Abtak Media Google News

 નાગ પંચમીનો અનોખો મહિમા

Nagpanchmi 1

Advertisement

નાગપંચમી ક્યારે ઉજવવામાં આવે છે ?

દર વર્ષે આ તહેવાર શ્રાવણ માસમાં શુક્લ પક્ષની પાચમી તિથિના દિવસે ઉજવવામાં આવે છે. નાગ પંચમીના દિવસે સાપ (સર્પ દેવીઓ) ની પૂજા કરવાનુ વિધાન છે.

નાગપંચમી શા માટે ઉજવવામાં આવે છે ?

નાગ પંચમીના દિવસે નાગ દેવતાની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.પૌરાણિક સમયથી સાપની દેવતાની જેમ પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે સાપની પૂજા કરવાથી સાપ કરડવાનો ભય દૂર થાય છે. નાગ દેવતા પણ ભગવાન ભોલેનાથના ગળામાં વીંટળાયેલા છે. ધાર્મિક માન્યતા અનુસાર, નાગ પંચમીના દિવસે નાગ દેવતાની પૂજા કરવાથી ભક્તોને આશીર્વાદ મળે છે અને અન્ય ઘણા શુભ ફળ મળે છે.

ધાર્મિક માન્યતા અનુસાર, એવું માનવામાં આવે છે કે આ દિવસે નાગદેવની પૂજા કરવાથી કુંડળીના રાહુ અને કેતુ સાથે સંબંધિત દોષ દૂર થાય છે. સાપનો ડર અને સાપના ડંખથી છૂટકારો મેળવવા માટે નાગ પંચમી પર કાલસર્પ યોગની પૂજા પણ કરવામાં આવે છે. 12 8

નાગ પંચમીનુ મહત્વ

એવું કહેવામાં આવે છે કે નાગ પંચમીની પૂજાનો સંબંધ ધન સંપત્તિ સાથે જોડાયેલ  છે. ખરેખર શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે નાગ દેવ ગુપ્ત સંપત્તિનું રક્ષણ કરે છે. આ કારણોસર એવું માનવામાં આવે છે કે નાગપંચમીના દિવસે નાગની પૂજા કરવાથી પણ જીવનમાં ધન અને સમૃદ્ધિનું આગમન થાય છે.

આ દિવસે ઇચ્છિત  ફળ મળે છે. જો કોઈની કુંડળીમાં કાલસર્પ દોષ હોય તો તેણે આ દોષથી બચવા માટે નાગ પંચમીનુ વ્રત અવશ્ય કરવુ જોઈએ.

 

નાગપંચમીના દિવસે આ આઠ સાપોની પૂજા કરવામાં આવે છે

અનંત 2. વસુકી 3 પદ્મ 4. મહાપદ્મ 5 તક્ષક, 6  કુલિર 7. કર્કટ 8. શંખ.

 

નાગ પંચમીની પૂજા વિધિ

– ઉપવાસ માટેની નાગ પંચમીની તૈયારી ચતુર્થીના દિવસથી શરૂ થઈ જાય છે.

– ચતુર્થીના દિવસએ એક ટાઈમ ખાવ.

– આ પછી, પંચમીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો.

– પૂજા માટે પાટલા પર નાગદેવની તસવીર  મુકો.

– હવે હળદર, કંકુ, ચોખા અને ફુલ અર્પિત કરીને સર્પ દેવની પૂજા કરો.

– કાચુ દૂધ, ઘી, ખાંડ મિક્સ કરીને લાકડીના પાટલા પર બેઠેલા સાપ દેવને અર્પણ કરો.

 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.