Abtak Media Google News
  • 52 ભગવાનને ઉલ્લાસપૂર્વક પુન:બિરાજમાન કરી ભવ્ય વેદીપ્રતિષ્ઠાની કરી ઉજવણી
  • દેશ-વિદેશથી ખુબજ મોટી સંખ્યામાં મુમુક્ષો હાજર રહ્યા : શાંતિજપ, જન્મકલ્યાણક, ઇન્દ્રસભા સહિતના દિવ્ય કાર્યક્રમો યોજાયા

આદિનાથ ભગવાન દિગંબર જિન મંદિર રાજકોટ મધ્યે નંદીશ્વર જિનબિંબ વેદીપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. જેમાં દેશ વિદેશથી ખુબજ મોટી સંખ્યામાં મુમુક્ષો ભાવભેર ઉપસ્થિત રહ્યા હતા. આ મહોત્સવ અંતર્ગત શાંતિજપ, જન્મકલ્યાણક, ઇન્દ્રસભા સહિતના અનેકવિધ દિવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ભારતમાં કાચનું નંદીશ્વર જિનાલય અને 52 પ્રતિમા જે વાઈટ મેટલની છે તે માત્ર રાજકોટના જિનાલયમાં છે જે વિશ્વનું એક માત્ર મંદિર છે.જિનાલયનું રીનોવેશન થયા બાદ ભગવાનને હર્ષભેર બિરાજીત કરવા માટેની આ વિશેષ પૂજા છે જેનો લાભ લેવા ખુબજ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા છે.

શ્રી આદિનાથ દિગંબર જૈન દેરાસરમાં ત્રીદિવસીય ભગવાનની પ્રતિષ્ઠાનો કાર્યક્રમ બાલભવન રેસકોસ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. સોમવારના દિવસે મહોત્સવમાં મુખ્ય પ્રતિષ્ઠા આચાર્ય તરીકે બાલ બ્રહ્મચારી વ્રજલાલભાઈ શાહ દ્વારા કરવામાં આવી હતી. તેમજ સહપ્રતિષ્ઠા આચાર્ય તરીકે સુભાષભાઈ શેઠ, પ્રમોદભાઈ જૈન, નિરંજનભાઈ ડેલીવાળા, નીતિનભાઈ શેઠ, અને પ્રવીણભાઈ શાહ દ્વારા સેવા આપવામાં આવી હતી.

નંદેશ્વર જિનાલયમાં સ્થાપિત થયેલી પ્રતિમા પર અકૃત્રીમ પ્રતિમાઓ તથા પૂજ્ય ગુરુદેવની સ્તુતિ તથા નવજીનવાણી બિરાજમાન થઈ હતી. આ વેદી પ્રતિષ્ઠા રેસકોસ ખાતે બાલભવનમાં અતિભક્તિ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી હતી. જેનુ શ્રી સૂર્યકીર્તિનગર નામ આપવામાં આવેલું છે . જેમાં અંદાજિત 1500 મુમુકશોઓ ને ભક્તિભાવથી દરેક વિધિ વિધાન ગુરુદેવના પ્રવચનો ભક્તિનો સુંદર લાભ મળે તેવી શુચારુ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી. આ કાર્યક્રમની ડોર પ્રવીણ દોશી અને રાજુભાઈ કામદાર ,ભરતભાઈ શાહ અને  યુવક મંડળ ટ્રસ્ટના સભ્યો તેમજ મહિલા મંડળની બહેનો દ્વારા કરવામાં આવી હતી.

વેદી પ્રતિષ્ઠા મહોત્સવનો 1700 મુમુક્ષોએ લાભ લીધો નંદીશ્વર જિનાલય વિશ્વ આંખમાં કાચના પહાડ,કાચના મંદિર અને તેમાં 52 ભગવાની વ્હાઇટ મેટલની પ્રતિમા ધરાવતું એક માત્ર જીન મંદિર રાજકોટમાં છે.ટ્રસ્ટ દ્વારા 52 ભગવાનને ઉલ્લાસપૂર્વક ફરી પાછા બિરાજમાન કરવાના કાર્યને વેદિપ્રતિષ્ઠા કહેવામાં આવે છે. ત્રણ દિવસ વેદિક પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે.કાર્યક્રમમાં 1700 લોકો મુમુક્ષોએ ભાગ લીધો છે.જુદાજુદા સ્થળો પરથી મુમુક્ષએ પ્રતિષ્ઠાનો લાભ લીધો છે.વેદીપ્રતિષ્ઠા  અને વિધિ પાછળ 80 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે.ભાવના પૂર્વક મુમુક્ષુએ દાન લખાવ્યું છે.

આત્મિક સુખની પ્રાપ્તિ માટે ભગવાનને બિરાજમાન કરવામાં આવે છે:રાજુભાઇ કામદાર (ફાઉન્ડર ટ્રસ્ટી)

Dsc 1375

આદિનાથ દિગમ્બર જૈન મંદિરના ફાઉન્ડર ટ્રસ્ટી રાજુભાઇ કામદાર જાણવ્યું હતું કે,પૂ.ગુરુદેવ કાન્જી સ્વામી તેમના શિષ્ય શિરોમણી પૂ.બેન શ્રી તેમના આશીર્વાદથી જિન મંદિર બન્યું છે.જિન મંદિરમાં આકૃતરીમ જિનાલય નંદીશ્વર જિનાલય એના 52 ભગવાનની પ્રતિષ્ઠા કરવામાં આવી છે.

2000 વર્ષ પૂર્વે પહેલાં થયેલા કુંકુડેચાદેવનું શિલાપટ,પૂ.ગુરુદેવ કાન્જી સ્વામીનું શીલાપટ,પૂ.બેનશ્રી ચંપાબેન શિલાપટ, પૂજ્ય ગુરુદેવની સ્તુતિ જૈન ધર્મના મૂળ આગમ સર્વકૃસ્ટ આગમન સમયસાર શાસ્ત્રની સ્તુતિ બંનેનું અનાવરણ વિધિ કરવામાં આવી છે.આજના અવસરમાં ભગવાને બિરાજમાન કરી મુમુક્ષ પોતાના મોહ,રાગદ્વેષ,ક્રોધ માયા છોડી આત્મિક સુખની પ્રાપ્તિ માટે ભગવાનને બિરાજના કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.