Abtak Media Google News

કવિ કલાપીની પંક્તિ છે, રે પંખીડાં સુખ થી ચણજો….અને બીજી પંક્તિ,  એ પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો… પારેવાની જ એમાં વાત છે. એક સામાન્ય કબૂતર માટે પણ સંવેદના હોવી એ મનુષ્યતાનું લક્ષણ છે.

આપણે મોટા મોટા કામમાં આવી નાની વાત ચૂકી જઈએ છીએ. પણ વ્યસ્તતા ઓ વચ્ચે પણ જીવ માત્ર પ્રત્યેની સંવેદના જીવતી રહે એ જરૂરી છે. આજે સવારે એવી જ એક ઘટના બની હતી. કાલાવડ રોડ ખાતે આવેલા માઈલ સ્ટોન એપાર્ટમેન્ટમાં ઊંચે એક કબૂતર ફસાયું હતું. તરફડીયા મારતું હતું.  સહકારી અગ્રણી, આ એપાર્ટમેન્ટમાં રહેતા નરેન્દ્રસિંહ જાડેજાનું ધ્યાન ગયું. ગૌ સેવા જેમના જીવનનું સૌથી મહત્વનું કાર્ય છે એવા નરેન્દ્રસિંહ જાડેજા જીવ માત્ર માટે કેટલી સંવેદના ધરાવે છે એનો પુરાવો આ બનાવ છે.

આ કબૂતરને એમણે જોયું કે તરત ફાયર બ્રિગેડ ને ફોન કર્યો હતો. ફાયર બ્રિગેડ પણ આ કામને નાનું ન ગણી ને ઘટના સ્થળે પહોંચ્યું હતું. અને સિફત પૂર્વક કબૂતરને ઉતારી બચાવી લીધું હતું. એક જીવ બચ્યો એ તો છે જ. પણ પર્યાવરણની પણ આ રીતે સેવા થઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.