Abtak Media Google News

કોટડા સાંગાણી તાલુકાના કરમાળ પીપળીયાના દારુના નશામાં દંગલ મચાવતા શખ્સને બીવડાવવા છરી વિઝતા મિત્રના હાથે જ અજાણતા છરીનો ઉંડો ઘા લાગી જતાં ગંભીર રીતે ઘવાતા મોત નીપજયાની બનેલી ઘટનાથી અરેરાટી સાથે ગમગીની છવાઇ ગઇ છે. પોલીસે અજાણતા છરી મૃતકના મિત્ર સાથે હત્યા નહી પણ છરીથી બેદરકારીથી મોત નીપજાવવા અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

મિત્રને બચાવવા આવેલા યુવક મોતનું કારણ બન્યો: બે પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા અરેરાટી

કોટડાસાંગાણીનાં ખોબા જેવડા કરમાળપિપળીયા માં ઘર બહાર બેઠેલાં યુવાનો સાથે દારુ પીધેલી હાલત માં આવેલા શખ્સે ગાળોબોલી ઝગડો કરતા ઝપાઝપી થવા પામી હતી.જેમાં એક યુવાને છરી કાઢતા અજાણતાજ તેના મિત્ર ને લાગી જતા તેનું મોત નિપજ્યું હતું.બનાવનાં પગલે દોડી આવેલી કોટડાસાંગાણી પોલીસે તપાસ હાથ ધરી મૃતક નાં મિત્ર એવા યુવાન ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર કરમાળપિપળીયામાં મોડી સાંજે કીશન ગીરધરભાઇ પાતાણી નામનો 26 વર્ષ નો યુવાન મિત્રો સાથે પોતાનાં ઘર બહાર બાકડાં પર બેઠો હતો.તે સમયે ગામ માં રહેતો ખોડા ગોવિંદભાઈ કોચરા દારુ પીધેલી હાલત માં આવી ગાળાગાળી કરતા કીશને ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા બન્ને વચ્ચે ઝપાઝપી સાથે જગડો થયો હતો.દરમ્યાન કીશન નાં મિત્ર નરેશ રસીકભાઇ ઓળકીયાએ કીશન નો બચાવ કરવા અને ખોડાને ડરાવવા છરી કાઢી હતી.પણ ઝપાઝપીમાં છરી કીશન નાં પગમાં લાગી જતા લોહીનાં ફુવારા ઉડ્યા હતા.આ દ્રશ્ય જોઈ ખોડો નાશી છુટ્યો હતો.બીજીબાજુ નરેશ સહીત નાં મિત્રો ઇજાગ્રસ્ત કીશન ને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.પરંતુ છરીનો ઘા ઉંડો હોય પુષ્કળ લોહી વહી ગયુ હોય  સારવાર મળે તે પહેલાજ કીશન નું મોત નિપજ્યું હતું.

બનાવ નાં પગલે દોડી આવેલા કોટડાસાંગાણી પોલીસ મથકનાં ઇન્ચાર્જ પીએસઆઇ.આર.કે.ગોહીલે બનાવ ની તપાસ હાથ ધરી પૂછપરછ નાં અંતે કીશન નાં મિત્ર નરેશ ની ઘરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

મિત્ર નાં હાથે જ જેની અજાણતા હત્યા થઈ તે કીશન સેન્ટીંગ નું કામ કરતો હતો.બે ભાઇઓ નાં પરીવાર માં મોટો હતો.અને પરિણીત હતો. સંતાન માં બે પુત્રીઓ હોવાનું જાણવા મળ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.