Abtak Media Google News

ફિલ્મ જગતના મશહૂર એક્ટર સૈફઅલી ખાનને દરેક લોકો જાણતા જ હશે. આ શુક્રવારે તેની ફિલ્મ ‘શેફ’ રીલીઝ થવા જઇ રહી છે. તેની પાછલી ફિલ્મ રંગૂન બોક્સ ઓફિસ નિષ્ફળ રહી હતી. સૈફ અલી ખાન પટૌડી ખાનદાનના ૧૦માં નવાબ છે. તેની પાસે કરોડો રુપિયાની પ્રોપર્ટી છે. આજે અમે જણાવશુ તેની પ્રોપર્ટી અને કાર કલેક્શન વિશે.

Advertisement

સૈફનો અંદાજ કપડા, કાર, બધામાં નવાબી ઠાઠ જોવા મળે છે. સૈફના પરદાદાની ભોપાલમાં અંદાજે ૫૦૦૦ કરોડ રુપિયાની પ્રોપર્ટી છે. જો કે હાલમાં આ પ્રોપર્ટી પર વિવાદ ચાલી રહ્યો છે. ભોપાલમાં તેની મોટા ભાગની સંપતિ શત્રુ સંપતિ કાયદા અંતર્ગત આવી ગઇ છે. હાલમાં તેના પર કેસ ચાલી રહ્યો છે.સૈફની લગભગ ૭૫૦ કરોડ રુપિયાની નેટવર્ક છે. સૈફને કારનો પણ ખૂબ શોખ છે. તેની પાસે કેટલી ગાડીઓ છે. તેની કોઇ જાણ નથી. પરંતુ તેની પાસે કારનું મોટુ કલેક્શન છે. તેના કારના કલેક્શનમાં ફોર્ડ મસ્ટંગ, લેન્ડ ક્રૂઝર, લેક્સેસ ૪૭૦, બીએમડબ્યુ ૭ સિરિઝ, રેન્જ રોવર, ઓડી R 8 સ્પાઇડર છે.

સૈફ પાસે ૧૦ એકરની જમીન પણ છે. કરિના કપૂરની એન્ગેઝમેન્ટ રીંગ જ ૨ કરોડ રુપિયાની છે સૈફ કરિના સાથે લગ્ન કર્યા બાદ તે ખારમાં શિફ્ટ થઇ ગયો સૈફને ઘડિયાળનો પણ શોખ છે. તેની પાસે ઘડિયાળનું પણ ખૂબ મોટુ કલેક્શન છે.

પોતાના ગિટાર પરફોર્મન્સ સમયે સૈફ હાર્લિ ડેવિડ સનનું જેકેટ પહેરે છે. તેના ડિઝાઇનર કપડાની કિંમત ૧ થી ૧.૫ લાખની હોય છે.

હમેંશા ડિઝાઇનર કપડા જ પહેરે છે. સૈફ અલી ખાન એક ફિલ્મના લગભગ ૬-૭ કરોડ રુપિયા લે છે. એડવર્ટાઇઝમેન્ટ માટે ૩-૪ કરોડ રુપિયા લે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.