Abtak Media Google News

કેમ્પમાં ગરબા રજૂ કર્યા: ધ્રુવિના રાઠોડનું રક્ષામંત્રી નિર્મલા સિતારમણના હસ્તે સન્માન

મોદી સ્કુલ દ્વારા વિઘાર્થીનીઓને અવનવી એકટીવીટી માટે પ્રોત્સાહીત કરવામાં આવે છે. દિકરી ભણાવો સાથે સંવારો તે સૂત્રને મોદી સ્કુલ ધો.૯ અંગ્રેજી માઘ્યમમાં અભ્યાસ કરતી એન.સી.સી. કેડેટ રાઠોડ ધ્રુવિનાએ સાર્થક કરી બતાવ્યું છે. રાજકોટથી સીદસર સુધીના આઠ આર.ડી.સી. કેમ્પમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યુ છે. ત્યાંથી તેઓ અમદાવાદ કેમ્પ માટે પસંદગી પામેલ હતા. આ અંગે વિગત આપવા સેક્ધડ ઓફીસર દિપ્તી પંડયા, સીમાબેન રાઠોડબેન રાઠોડ તથા પ્રિન્સીપાલ જયપાલસિંહ ઝાલા, હિમાંશુ પટેલે અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

અમદાવાદમાં તા. ૧-૧ર-૧૭ થી ર૯-૧૨-૧૭ સુધી આઇજીસી કેમ્પની મીની કેમ્પમાં આગળ આગળ સીલેકશન થતું ગયું. અમદાવાદ ખાતે તેઓને ચાર ગ્રુપમાં વહેચી યોગ્યતા પસંદગી અંગેની સ્પૅર્ધા કરવામાં આવી હતી. આ ચાર ગ્રુપમાં પસંદગી પામેલા એન.સી.સી. કેડેટ ની એક ટીમ બનાવવામાં આવી અને તે ગ્રુપનું નામ ગુજરાત રાજય ટીમ રાખવામાં આવ્યું હતું. અમદાવાદથી તા. ૨૯-૧૨-૧૭ ના રોજ તેઓની દિલ્હી ખાતે આર.ડી.સી. માં જવા માટે લઇ ગયા હતા. ત્યાં તેઓને ૨૬ જાન્યુઆરી ૨૦૧૮ ના રોજ પ્રજાસતાક દિન અંગે યોજવામાં આવતા રાષ્ટ્રીય કાર્યક્રમમાં પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં રજુ કરવાની ધનિષ્ટ તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તેઓએ ગુજરાત રાજયના એન.સી.સી. કેડેટ તરીકે કલ્ચરલ પ્રોગ્રામમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી ભારતના રક્ષામંત્રી નિર્મલા સિતારમણના હસ્તે ઇનામ પ્રાપ્ત કરેલ હતું. ત્યારબાદ ર૮ જાન્યુઆરી ૨૦૧૮ ના રોજ પી.એમ. રેલી દિલ્હી ખાતે ગુજરાતના પ્રતિનિધિ તરીકે એન.આઇ.એ.પી. માં ગુજરાત રાજયના પ્રોગામ (ગરબા) રજુ કરેલ જેમાં ગુજરાત રાજયને દ્વિતીય સ્થાન પ્રાપ્ત થયેલ હતું. તેમાં રાઠોડ ધ્રુવીનાએ પણ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી સિલ્વર મેડલ તથા સર્ટીફીકેટ મેળવ્યા હતા. ર-જીયુજે (જી) બીએન રાજકોટ ગ્રુપમાંથી એકમાત્ર જેડબલ્યુ કેડેટ સિલેકટ  થયેલ જે મોદી સ્કુલની રાઠોડ ધ્રુવિનાની પસંદગી કરવામાં આવી હતી.

રાષ્ટ્રીય કાર્યક્રમની ઉજવણી બાદ તા. ૧-૨-૧૮ થી તા. ૧૦-૨-૧૮ સુધી અમદાવાદ ખાતે કેમ્પમાં હાજરી આપી તેઓએ દિલ્હી ખાતે કરેલ ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે ગુજરાત રાજયમાં ગર્વનર ઓ.પી. કોહલી તથા ડાયરેકટર જનરલ એન.સી.સી. તરફથી પણ ઇનામો આપવામાં આવેલ હતા. આ વિઘાર્થીની સફળતા માટે શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ડો. આર.પી. મોદીએ અભિનંદન પાઠવ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.