Abtak Media Google News

ગુજરાતમાં MBBSમાં એડમિશન મેળવવા માટે વિધ્યાર્થીઓએ NEETની પરીક્ષા આપવી અનિવાર્ય બની છે ત્યારે ગુજરાતી મધ્યમમાં અભ્યાસ કરતાં વિધ્યાર્થીઑ જ્યારે ધોરણ 12ની પરીક્ષામાં સારા પરિણામ મેળવી મેડિકલ લાઇનમાં આગળ વધવા ઈચ્છે છે ત્યારે તેને નેશનલ એલીજીબીલીટી એન્ટ્રસ્ટ ટેસ્ટ આપવી ફરજિયાત બને છે, પરંતુ ગુજરાત બોર્ડની પરીક્ષામાં ઉચ્ચતમ ગુણાંક મેળવનાર વિધ્યાર્થીઑ જ્યારે NEETની પરીક્ષા આપે છે તેમાં 700માર્કમાંથી અડધા માર્કસ પણ મેળવી શકતાનથી, જેનું મુખ્ય કારણ છે કે ગામડાઓમાં અભ્યાસ કરતાં વિધ્યાર્થીઓને NEETના કોચિંગ ક્લાસ નથી મળી શકતા અને સીધી કેન્દ્રની પરીક્ષા આપવાનો વારો આવે છે. કોઈપણ પરીક્ષા આપવાની હોય તેના માટે પૂરતી તૈયારી હોવી અનિવર્ય છે ત્યારે આ સરકારી કોલેજમાં એડમિશન મેળવવા માટે NEET આપવી જરૂરી છે તેવા સમયે વિધ્યાર્થીઑ NEETના કોચિંગના અભાવ અને ઓછા માર્ક આવવાના કારણે નાસીપાસ થવા લાગ્યા છે. ગુજરાતમાં એવા અનેક વિધ્યાર્થીઑ છે જેને મેડિકલ લાઇનમાં આગળ વધવું છે બોર્ડની પરીક્ષામાં પણ સારા ટકા મેળવે છે પરંતુ NEETમાં ઓછા માર્કના કારણે આની વિકલ્પો પસંદ કરવાનો વારો આવે છે.

આ બાબતે ગુજરાત બોર્ડ પણ કઈક બેદરકાર સાબિત થયું હોય તેમ NEETની પરીક્ષામાં અંગ્રેજી મધ્યમ કરતાં ગુજરાતી મધ્યમનું પેપર વધુ અઘરું હતું તેવું વિધ્યાર્થીઑનું કહેવું છે તેમજ વિધ્યાર્થીઓને રાજ્ય સરકારને બને માધ્યમોના મેરીટ એક સાથે બહાર પાડવાની માંગ કરી હતી જે રાજ્ય સરકારે ફંગાળી હતી. તેમજ આ બાબતે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિહ ચુડાસમાના કહેવા અનુસાર વિધ્યાર્થીઓને રેફરેન્સ મટિરિયલ પુરુય પાડવામાં આવ્યું હતું. અને એડમિશન પ્રક્રિયા સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન પ્રમાણે જ કરવામાં આવે છે. તો શું, આ NEETના કારણે અનેક વિધ્યાર્થીઓનું ભવિષ્ય આમ જ ચક્રાવે ચડ્યું રહેશે….!

શું, આ અંગે સરકારે શિક્ષણ અને પ્રવેશ પ્રક્રિયામાં ફેરફાર કરવાની જરૂર નથી?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.