Abtak Media Google News

યુવા ભાજપ અધ્યક્ષ ડો.ઋત્વીજ પટેલે યુવા મોરચાની પ્રદેશ ટીમ જાહેર કરી

ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડો.ઋત્વીજ પટેલે આજે યુવા મોરચાની પ્રદેશ ટીમની જાહેરાત કરી છે. જેમાં રાજકોટના નેહલભાઈ શુકલની પ્રદેશ યુવા ભાજપ મહામંત્રી તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

ભાજપના પ્રદેશ પ્રવકતા ભરતભાઈ પંડયાની યાદીમાં જણાવ્યાનુસાર પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સો પરામર્શ કરી આજે પ્રદેશ યુવા ભાજપના અધ્યક્ષ ડો.ઋત્વીજભાઈ પટેલે યુવા મોરચાની ટીમની જાહેરાત કરી છે. જેમાં દર્શનભાઈ ઠાકર, દિલીપભાઈ ઠાકોર, કરશનભાઈ ગોંડલીયા, સનમભાઈ કોળી, વિજયભાઈ ભગત, વિકાસભાઈ દુબેની ઉપપ્રમુખ તરીકે, નેહલભાઈ શુકલ અને પીંકલભાઈ ભાટીયાની પ્રદેશ મહામંત્રી તરીકે, હિમાંશુભાઈ પટેલ, વિજયભાઈ બાંભણીયા, જયદીપભાઈ રાઠોડ, હાર્દિકભાઈ ડોડીયા, નિરવભાઈ માંડેલવાલા અને કાલ્પનીકભાઈ ચોકસીની પ્રદેશ યુવા મંત્રી તરીકે વરણી કરવામાં આવી છે. જયારે સત્યદીપસિંહ પરમારની પ્રદેશ યુવા ભાજપના કોષાધ્યક્ષ તરીકે નિમણૂંક કરાઈ છે.

આ ઉપરાંત યુવા મોરચાના વિવિધ આયામોના સંયોજકની પણ નિમણૂંક કરવામાં આવી છે. જેમાં રાજકોટ જિલ્લાના પ્રશાંતભાઈ કોરાટને યુવા આંત્રપીચ્યોર મોરચાના સંયોજક બનાવવામાં આવ્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.