Abtak Media Google News

દાતા પરિવારના સન્માન સાથે જૈન થોક સંગ્રહ આધારિત 35 બોલ પુસ્તક અને જીવદયા સંઘનું લોકાર્પણ

નેમિનાથ વીતરાગ સ્થા. જૈન સંઘના આંગણે નૂતનીકરણ ઉપાશ્રયમાં  પૂ. સંત સતીજીના મંગલ આગમનનો અવસર દાતા પરિવારના સન્માન સાથે થયું જૈન થોક સંગ્રહ આધારિત 35 બોલ પુસ્તક અને જીવદયા રથનું લોકાર્પણ રાજકોટના શ્રી નેમિનાથ વીતરાગ સ્થાનકવાસી જૈન સંઘના આંગણે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના અનુગ્રહથી માતુ વિમળાબેન ચંપકલાલ ખેતાણી ( સાવરકુંડલાવાળા) સ્થાનકવાસી જૈન ઉપાશ્રયમાં પૂ. સંત-સતીજીઓના મંગલ આગમનનો અવસર ગુજરાત રત્ન પૂ.સુશાંતમુનિ મહારાજ સાહેબ, રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સુશિષ્ય – શાસન ગૌરવ પૂજ્ય શ્રી પિયુષમુનિ મહારાજ સાહેબ એવમ પૂ.  પરમ વિનમ્રમુનિ મહારાજ સાહેબ તેમજ રાજકોટ બિરાજિત ગોંડલ સંપ્રદાયના શાસન ચંદ્રિકા પૂજ્ય શ્રી હીરાબાઈ મહાસતીજી, તપસ્વી પૂજ્ય શ્રી રાજેમતીબાઈ મહાસતીજી, પૂજ્ય  ઉર્વશીબાઈ મહાસતીજી, ડો. પૂ.  ડોલરબાઈ મહાસતીજી, ડો. પૂજ્ય   અમિતાબાઈ મહાસતીજી, પૂજ્ય  સુનિતાબાઈ મહાસતીજી, પૂજ્ય  રૂપાબાઈ મહાસતીજી, પૂજ્ય  નવદિક્ષિત પરમ મહાસતીજી આદિ વૃંદના પાવન સાંનિધ્યે ભક્તિભાવે યોજાયો હતો.

મંગલ આગમનના આ અવસરે સમગ્ર રાજકોટના  સંઘોના પ્રતિનિધિઓ, શ્રેષ્ઠીવર્યો તેમજ બહોળી સંખ્યામાં ધર્મનિષ્ઠ ભાવિકોએ ઉપસ્થિત રહીને આ અવસરની અનુમોદના કરી હતી.પૂજ્ય શ્રી પરમ વિનમ્રમુનિ મહારાજ સાહેબે, ધર્મક્ષેત્ર પ્રત્યેની ઉપકાર અભિવ્યક્તિ કરીને ઉપાશ્રયને માત્ર ધર્મ આરાધનાનું સ્થાન ન બનાવતાં જરૂરના સમયે માનવતાનું મંદિર પણ બનાવીએ એવી ભાવના વ્યક્ત કરેલ. આ અવસરે પૂજ્ય શ્રી સુનિતાબાઈ મહાસતીજી, ડો. પૂજ્ય શ્રી અમિતાબાઈ મહાસતીજી,પૂજ્ય શ્રી સ્મિતાબાઈ મહાસતીજી આદિએ ઉપાશ્રયનું નુતનીકરણ ઉપલક્ષે આશીર્વચન આપીને અને પ્રેરણાત્મક બોધ વચન ફરમાવી સૌને પ્રેરિત કર્યા હતા.

નેમિનાથ વીતરાગ ધર્મસ્થાન પ્રત્યેના ભક્તિભાવ સાથે તેના નૂતનીકરણ અર્થે બહોળું અનુદાન અર્પણ કરનારા ઉદારહૃદયા   ખેતાણી પરિવાર સાથે જૈનશાળા – માતુશ્રી ઉમાબેન મહેન્દ્રભાઇ મહેતા, માતુશ્રી વિમળાબેન દિલીપભાઈ મહેતા હસ્તે પ્રિયાબેન અને મીતભાઈ, જ્ઞાનાલય લાઇબ્રેરી  માતુશ્રી તારાબેન ચુનીલાલ મોદી (બાદશાહ પરિવાર), શ્રી આયંબિલ ભવન  માતુશ્રી અનસુયાબેન નટવરલાલ શેઠ પરિવાર (વિસાવદરવાળા), શ્રી માંગલિક સૂત્ર  ધર્મવત્સલા પૂર્વીબેન કેતનભાઈ પટેલ (બોરીવલી), શ્રી ઉવસગ્ગહર સાધનાલય  માતુશ્રી ઊર્મિલાબેન સુરેશભાઈ શાહ (એસ. કે. પરિવાર, મલાડ), સાધના રૂમ  માતુશ્રી અનસુયાબેન મનસુખલાલ મહેતા પરિવાર (ખંઢેરાવાળા), માતુશ્રી ઈન્દિરાબેન અનંતભાઈ કામદાર પરિવાર,આદિ પરિવારોનું શ્રી સંઘ પ્રતિનિધિઓ દ્વારા ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું.વિશેષમાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ પ્રેરિત પરમ જીવદયા રથને આ અવસરે  હિતેનભાઈ મહેતા પરિવાર તરફથી કરુણા ફાઉન્ડેશન અને અર્હમ યુવા સેવા ગ્રુપને અર્પણ કરવામાં આવેલ તેમજ પરમ ગુરુદેવની પ્રેરણાથી  હર્ષાબેન વસંતરાય લાઠીયા સર્જિત થોક સંગ્રહ આધારિત સચિત્ર 35 બોલ  પુસ્તકનું રાજકોટનાં શ્રી સંઘોના ભાવિકો તેમજ દાતા પરિવારે વિમોચન કર્યું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.