Abtak Media Google News

ખબર અંતર પૂછવા જતા માસીયાઈએ અનંતવાટ પકડી: કાઠી પરિવારમાં શોક

ગોંડલ જામવાડી ગામ નજીક ગંગોત્રી સ્કુલ પાસે ઓટો રીક્ષાએ ડબલ સ્વારી બાઈકને ઠોકરે લેતા મામાની નજર સામે ભાણેજનું મોત નિપજતા કાઠી પરિવારમાં શોકનું મોજુ ફેલાયું છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મજબ કાલાવાડ રોડ પર કણકોટ પાટીયા પાસે રહેતા અમરૂભાઈ હકુભાઈ ખુમાણ નામનો યુવાન જી.જ. 17 એલ 1195 નંબરનું બાઈક લઈ પોતાના ભાણેજ શિવરાજભાઈ આપાભાઈ સહિત બંને ગોંડલ ખાતે ભાણેજની ખબર અંતર પુછવા જઈ રહ્યા હતા ત્યારે જામવાડી ગામ નજીક પહોચ્યા ત્યારે જી.જે.16 વાય 3356 નંબરની રીક્ષા સાથે અકસ્માત સર્જાતા જેમાં ગંભીર રીતે ઘવાયેલા શિવરાજભાઈનું મોત નિપજતા પરિવારમાં શોકનું મોજુ ફેલાયું છે. આ બનાવમાં અમરૂભાઈ ખુમાણની ફરિયાદ પરથી પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.