Abtak Media Google News

રાજ્યના નવનિયુક્ત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પદારૂઢ થયા બાદ સૌપ્રથમ જૠટઙ કેમ્પસમાં આવેલ વિશાળ ગૌશાળાનાં દર્શન કરવા પધાર્યા હતા. સંસ વતી પરમ પૂજ્યબાલકૃષ્ણદાસજી સ્વામી, ઇન્ટરનેશનલ સંકુલના ડાયરેક્ટર જયદેવભાઈ સોનગરા, સંતો તાથા ઋષિકુમારોએ રાજ્યપાલનું વેદમંત્રોના ઉચ્ચાર સાથે ભાવભીનું સ્વાગત કર્યું હતું. રાજ્યપાલ સંસ્કૃત, સંસ્કૃતિ અને ગૌપ્રેમી છે. ગુરુકુલ પરંપરા એમને ખૂબ જ ગમે છે.પદારૂઢ થયા બાદ એમના હૃદયની ઈચ્છા ગાયોના દર્શન કરી આશીર્વાદ મેળવવાની હતી. જેથી તેઓ એસજીવીપી કેમ્પસમાં ગીર ગાયોના દર્શને પધાર્યા હતા અને ગૌપૂજન કર્યું હતું.

સાથો સાથ તેઓએ કેમ્પસમાં જ આવેલી અત્યાધુનિક સાધનોથી સજ્જ અને એલોપી, આયુર્વેદઅને યોગના સંગમ સાથે કાર્યરત એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલની મુલાકાત લીધી હતી. એ ઉપરાંતદર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયની મુલાકાત લઈ વેદ અને વૈદિક વિષયોનો અભ્યાસ કરી રહેલા ઋષિકુમારોનેશુભકામના પાઠવી હતી અને કહ્યું હતું કે, આટલું સુંદર વેદોનું ગાન સાંભળી મારું હૃદય પ્રસન્ન થઈ રહ્યું છે. આ પ્રસંગે રાજ્યપાલે જણાવ્યું હતું કે હું આ પહેલા પણ ગુરુકુલની ગૌશાળાનાદર્શને આવી ચૂક્યો છું. ગુરુકુલ દ્વારા સંચાલિત ગૌશાળા, પાઠશાળા અને ઔષધાલયને જોઈને અત્યંત હર્ષાય છે. અહીંના સંતો દ્વારા આજની યુવા પેઢીને સંસ્કારિત કરવાના પ્રયત્નો અત્યંત પ્રસંશનીય છે. હું આસંસ સાથે હૃદયથી જાડાવા તત્પરછું.

Newly-Appointed-Governor-Acharya-Devvratji-Visits-Sgvp-Gurukul
newly-appointed-governor-acharya-devvratji-visits-sgvp-gurukul

ઉપરાંત તેઓએ દ્રોણેશ્વર ગુરુકુલ ખાતે વિરાજમાન સંસના અધ્યક્ષ પરમ પૂજ્ય માધવપ્રિયદાસજીસ્વામી સાથે ટેલીફોનીક વાત કરી હતી અને પોતાના હૃદયના ઉદ્ગારો જણાવ્યા હતા કે, ગુજરાતમાં મારેગૌસંસ્કૃતિ અને ગૌ આધારિત ઓર્ગેનિક ખેતીનો વિકાસ કરવાની ઈચ્છા છે.

સ્વામીએ જણાવ્યું હતું કે, આપના આ અભિયાનમાં ગુરુકુલ સદૈવ આપની સાથે રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.