Abtak Media Google News

પીએમઓના એડીશનલ ડાયરેકટરનો નકલી હોદો ધારણ કરી કાશ્મીર અને દિલ્હીની વાંરવાર મુલાકત લઇ ઝેડ પ્લસ સુરક્ષા મેળવનાર મહાઠગ કિરણ પટેલ સાથે રાજકીય નેતા અને ઉચ્ચ અધિકારીઓની સંડોવણી હોવાની શંકા સાથે નેશનલ ઇન્વેસ્ટીગેશની દ્વારા તપાસનો દોર સંભાળવામાં આવ્યો છે.

Advertisement

સીએમ કાર્યાલયના પીઆરઓના પુત્ર સહિત બેની ધરપકડ: કિરણ પટેલની જામીન અરજીની કાલે સુનાવણી?

કિરણ પટેલે કાશ્મીર અને દિલ્હી સિવાય ઉતરાંચલમાં કેદારનાથ અને હરીદ્વારની પણ મુલાકાત કરી હતી ત્યારે ત્યાં ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી હતી કે કેમ તે અંગે પૂછપરછ ચાલી રહી છે. આવતીકાલે કિરણ પટેલની જામીન અરજીની સંભવત સુનાવણી છે. ત્યારે કાશ્મીર પોલીસે ગુજરાત સીએમ કાર્યાલયના પીઆરઓના પુત્ર સહિત બે શખ્સોની ધરપકડ કરી છે. કિરણ પટેલનો કાશ્મીરમાં જામીન પર છુટકારો થયા બાદ ગુજરાત પોલીસ અમદાવાદ અને વડોદરાના ગુનામાં ટ્રાન્સફર વોરન્ટથી કબ્જો મેળવી તપાસ કરનાર છે.

વધુ વિગતો મુજબ કિરણ પટેલે અમદાવાદના મણીનગરમાંથી એક ગ્રાફિક ડિઝાઇનર પાસેથી પીએમઓના એડિશનલ ડાયરેક્ટરનું નકલી આઇકાર્ડ અને વિઝિટીંગ કાર્ડ છપાવ્યા બાદ, ટોચના સૂત્રોના કહેવા પ્રમાણે તેણે છ વખત કાશ્મીરની મુલાકાત લઇને પીએમઓના નકલી હોદ્દાનો દુરપયોગ કર્યો છે જે આખી સિક્યોરિટી સિસ્ટમમાં છીંડા રહી ગયા હોવાનું પુરવાર કરે છે.

કિરણ પટેલે પીએમઓના નકલી હોદ્દાનો ક્યા કારણોસ2 ઉપયોગ કર્યો છે તેની તપાસ સિક્યોરિટી એજન્સીઓ કરી રહી છે તેમાં તેની સંડોવણી દેશદ્રોહી પ્રવૃત્તિમાં છે કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે. તે વારંવાર કેમ કાશ્મીરની મુલાકાત લેતા હતા તે પ્રશ્ન સિક્યોરિટી એજન્સીઓને મુંઝવણમાં મૂકી રહ્યો છે. આ સંજોગોમાં એનઆઇએ પિક્ચરમાં આવ્યું છે.ખાસ કરીને કાશ્મીર કે દિલ્હીમાં કિરણ પટેલને કોણ મળતું હતું તેના આર્થિક વ્યવહારો કોની સાથે તે બાબતે પણ તપાસ ક2વામાં આવી રહી છે. એ સાથે અન્ય રાજ્યોમાં પણ કિરણ પટેલના સંપર્કોની તપાસ કરવામાં આવના2છે. કાશ્મીર સિવાય દેશના અન્ય રાજ્યો અને શહેરોમાં પીએમઓના આ નકલી અધિકારીએ કેવા ખેલ પાડ્યા છે તેની માહિતી એકત્ર કરાય તેવી સંભાવના છે.

ખાસ કરીને પીએમ નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વારંવાર ગુજરાતની મુલાકાત લેતા હોવાથી રાજ્યની એટીએસ તેમજ ક્રાઇમ બ્રાન્ચ પણ તેના ગુજરાતના સંપર્કોની તપાસ કરી રહી છે અને દિલ્હીની એજન્સીઓને ઇનપુટ્સ આપી રહી છે.

અમદાવાદનો એક ગઠીયો કિરણ પટેલ પીએમ મોદીના નામનો ઉપયોગ કરીને ગુજરાતમાંથી દિલ્હી પહોંચ્યો અને દિલ્હીથી ઠગાઇના બધાં ઓપરેશન શરૂ કર્યા છે, તેની વારંવારની કાશ્મીર મુલાકાત સ્વયં પૂરવાર કરે છે કે ગુજરાતમાંથી દિલ્હી જવા સુધીનો સેફ પેસેજ કિરણ પટેલને કોઇએ તો આપ્યો છે. ગુજરાત પોલીસ તેમજ અન્ય એજન્સીઓ આ મામલે તપાસ શરૂ કરે તેમ મનાય છે.

સચિવાલયના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે કિરણ પટેલે સિક્યોરિટી સિસ્ટમને બોદી પુરવાર કરી ગુજરાતની પોલીસ અને વહીવટી તંત્રને ચકમો આપ્યો છે. રાજ્યની તમામ સિક્યોરિટી એજન્સીઓ ઊંઘતી ઝડપાઇ છે, કેમ કે કિરણ પટેલે જી-20ના નામે જે બેઠક કરી હતી તેમાં તેણે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ. ઉદ્યોગપતિઓ તેમજ પોલીસ વડાઓને આમંત્રણ આપી અમદાવાદમાં વટ પાડવાનો પ્રયાસ કર્યો હતો. કેવી રીતે તેને બેઠક કરવાનો પરવાનો મળી ગયો તે બાબત પણ તપાસનો વિષય બની છે.

 

સુરક્ષા આપનાર કાશ્મીરી અધિકારીઓની પૂછપરછ કરાઇ

પુલવામાના ડેવલપમેન્ટ કમિશનર અને આઇએએસ અધિકારી બશીર ઉલ હક ચૌધરીની પણ સુરક્ષાદળો પૂછપરછ કરી રહ્યા છે. ચૌધરીએ પટેલને વીઆઇપી પ્રોટોકોલ હેઠળ ઝેડ પ્લસ સુરક્ષા અપાવી હતી. સિક્યોરિટી વિંગના એસએસપી ઝુલ્ફીકારની પણ પૂછપરછ થઈ રહી છે. ઝુલ્ફીકા2 5 મંજૂરી સુરક્ષા આપવાનો આરોપ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.