Abtak Media Google News

Ipoint Logo For Header 1 3
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઇજઊ સેન્સેક્સ આગલા બંધ ૪૧૩૫૨.૧૭ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૪૧૪૪૨.૭૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૧૩૭૪.૯૪ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૧ પોઈન્ટના ઉછાળા સાથે ૪૧૩૯૩.૮૬ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

Advertisement

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૨૧૮૭.૧૫ સામે ૧૨૨૦૮.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૨૧૭૧.૬૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૪૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭ પોઈન્ટના ઉછાળા સાથે ૧૨૧૯૪.૨૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં ..!!!

MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ફેબ્રુઆરી ગોલ્ડ રૂ.૩૭૯૫૯ ના મથાળેથી ખુલીને રૂ.૩૭૯૭૨ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૩૭૯૨૮ ના નીચા મથાળે નોંધાવી ૩૦ પોઈન્ટ વધારા સાથે રૂ.૩૭૯૭૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે માર્ચ સિલ્વર રૂ.૪૪૪૪૭ ના મથાળેથી ખુલીને રૂ.૪૪૫૩૨ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૪૪૩૪ ના નીચા મથાળે નોંધાવી ૧૮ પોઈન્ટ ઉછાળા સાથે રૂ.૪૪૫૨૩ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

સપ્તાહના ત્રીજા દિવસની ભારતીય શેરબજારની શરૂઆત તેજી સાથે થઈ હતી. અમેરિકા-ચાઈના વચ્ચે પ્રથમ તબક્કાની ટ્રેડ ડીલ થઈ જતાં બન્ને દેશો વચ્ચેનો વેપાર વધવાની સાથે વૈશ્વિક વેપાર પણ વધવાની અપેક્ષાએ વૈશ્વિક બજારોમાં તેજી સાથે ભારતીય શેરબજારોમાં ફંડોએ ઓલ રાઉન્ડ તેજીનું તોફાન મચાવી ઈન્ડેક્સ બેઝડ રેકોર્ડ તેજી કરી હતી. વૈશ્વિક બજારોની તેજીની હૂંફ સાથે ભારતમાં જીએસટી કાઉન્સિલની મળનારી મીટિંગ પૂર્વે ફંડોએ ઉદ્યોગોને રાહતોની અપેક્ષાએ શેરોમાં ઓલ રાઉન્ડ મોટી તેજી કરી હતી. જીએસટીમાં ઓટોમોબાઈલ ઉદ્યોગને રાહતની અપેક્ષા સામે કેટલીક ચીજો પરના જીએસટી દર વધવાના ફફડાટ છતાં સરકાર આ વખતે જીએસટીના બેઝ રેટમાં વધારો કરવાથી દૂર રહેશે એવા છેલ્લી ઘડીના અનુમાન વચ્ચે ફંડોએ શોર્ટ કવરિંગ સાથે પસંદગીના શેરોમાં  લેવાલી કરી હતી. રૂપિયા સામે અમેરિકી ડોલરની મજબૂતી અટકી આજે બે પૈસા નબળો પડીને રૂ.૭૦.૯૭ રહ્યો હતો. જ્યારે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઓપેકના ઉત્પાદન કાપ અને વૈશ્વિક આર્થિક રિકવરીની અપેક્ષાએ વધીને બ્રેન્ટ ક્રુડ ૬૫ ડોલરની સપાટી ઉપર રહ્યા હતા. ટેલીકોમ,  મેટલ-માઈનીંગ, આઈટી-સોફટવેર, ઓટોમોબાઈલ, બેંકિંગ-ફાઈનાન્સ શેરોની સાથે એફએમસીજી શેરોમાં ફંડોએ આજે તેજી જોવા મળી હતી.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૧૮૧૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૭૯૮ અને વધનારની સંખ્યા ૯૧૨ રહી હતી. ૧૦૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૧૦૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, આજરોજ મળનારી જીએસટી કાઉન્સિલની ૩૮મી મીટિંગ પર બજારની નજર રહેશે. સરકાર જીએસટીના બેઝ રેટમાં વધારો કરીને અનેક આઈટમો પરના જીએસટીમાં વધારો કરવાની થઈ રહેલી વાતોને લઈ રેટ વધારવાના સંજોગોમાં બજારોમાં આ નેગેટીવ પરિબળને લઈ આંચકા આવતાં જોવાશે, અન્યથા બજારમાં રિકવરી આગળ વધતી જોવાશે. તેમજ આંતરરાષ્ટ્રીય મોરચે ક્રુડ ઓઈલના ભાવ તેમજ રૂપિયા-અમેરિકી ડોલરના મૂલ્યમાં વધઘટ પર બજારની નજર રહેશે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

નિફ્ટી ફ્યુચર :- ( ૧૨૨૦૮ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૨૨૩૩ પોઈન્ટના પ્રથમ અને ૧૨૨૬૦ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૨૧૮૮ પોઈન્ટ થી ૧૨૧૬૦ પોઈન્ટ, ૧૨૧૪૪ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૨૨૬૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૫૬૮ ) :- રૂ.૧૫૫૦ નો પ્રથમ તેમજ રૂ.૧૫૪૦ ના બીજા સપોર્ટથી રિફાઇનરી સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૧૫૮૮ થી રૂ.૧૬૦૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!

ટેક મહિન્દ્રા ( ૭૮૩ ) :- ટેક્નોલોજી સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૯૨ થી રૂ.૮૦૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૭૭૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!

સિપ્લા લિમિટેડ ( ૪૬૫ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૫૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૭૩ થી રૂ.૪૮૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.