Abtak Media Google News

મહાપાલિકા, જિલ્લા વહીવટી તંત્ર, શહેર પોલીસ, માર્ગ અને મકાન વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા રાજકોટ શહેરી સત્તામંડળના સંયુકત ઉપક્રમે ‚ા. ૨૮૬ કરોડના ખર્ચે જુદા જુદા વિકાસ કામોનાં ખાતમૂહૂર્ત તથા લોકાર્પણ કરતા મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણીનું લેવલ ઘટતા આગામી ઉનાળામાં રાજકોટવાસીઓ પર પાણી કાપનું જોખમ ઝળુંબી રહ્યું છે. ત્યારે રાજકોટની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ એવી પાણીદારી ખાતરી આપી છે કે રાજકોટની જનતા પર પાણી કાપ મૂકવામાં આવશે નહી અને જૂલાઈ માસ સુધી નિયમિત પાણી આપવામાં આવશે. Vlcsnap 2018 02 19 11H02M15S224

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ વહીવટી તંત્ર અને રાજકોટ મહાનગરપાલીકાને અભિનંદન આપતા જણાવેલ કે, ‚ા. ૨૮૬ કરોડના વિકાસ કામોનાં લોકાર્પણ ણિલાન્યાસ કરીને રાજકોટના ઈતિહાસમાં આટલા મોટા કામો સૌપ્રથમ વખત થયા છે. વિકાસએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજનીતિમાં વણી લીધેલ છે. વિકાસને તેમણે એરણ પર ચડવ્યો છે.

સમયની સાથોસાથ શહેરોની સંખ્યા વધતી જાય છે. ત્યારે સરકાર વિકાસના કામો કરવા માટે પ્રતિબધ્ધ છે. લાકે માટે આવાસો બને છે. પોલીસ સ્ટેશનો બને છે. વોકળાના સ્થાને ગ્રીન રોડ બને છે. સાયકલીસ્ટ માટે સાયકલ ટ્રેક બને છે. વોકળા પર ગ્રીન બેલ્ટનો એક નૂતન અભિગમ શ‚ થયો છે. આટલા બધા ‚પીયાના કામો થતા હોય ત્યારે પૈસાની આવશ્યકતા વધે છે. પરંતુ સરકારે છેલ્લા ઘણા વર્ષોમં નવો એક પણ ટેક્ષ નાખ્યા વગર લોકોના પૈસા બચાવી વિકાસ કામો કર્યા છે. ‚ા. ૭,૦૦૦ કરોહનું બજેટ ‚ા.૧૭૦ લાખ કરોડનું બનેલ છે. તેમાંથી ૯૦% વિકાસના કામો થાય છે. રાજીવ ગાંધી કહેતા ૧ ‚પીયો મોકલું છું અને ૧૫ પૈસા પહોચે છે. જયારે નરેન્દ્રભાઈ મોદી કહે છે. ૧ ‚પીયો મોકલુ છુ અને ૧ ‚પીયો ૨૫ પૈસાનું કામ થાય છે. અગાઉ લોકો પોલીસ સ્ટેશનમાં જતા ડરતા પરંતુ હવે આધુનીક પોલીસ સ્ટેશનો થતા લોકોનો ડર દૂર થયો છે. લોકોને રહેવું ગમે તેવા આવાસો બનાવવામાં આવે છે. આવતી કાલે રાજકોટ ખાતે લોકો દોડશે પરંતુ તે આમ તેમ નહી નિશ્ર્ચીત દિશામાં દોડશે. સૌનો સાથ સૌનો વિકાસ તેનો અર્થ જ મેરેથોન છે. રોટી, કપડા, મકાન સામાન્ય માનવીનું સ્વપ્ન છે. પરંતુ તે ખાલી ઘર નહિ પરંતુ તમામ સુવિધા પૂર્ણ ઘર પૂ‚ પાડવામાં આવે છે. સૌને માથે છત આપવાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નેમ છે. જુદી જુદી યોજનાઓ દ્વારા તેમણે આવાસો બનાવવાના કાર્યક્રમો આપ્યા છે. લોકોને નળ, ગટર, આવાસ, આરોગ્ય અને શિક્ષણની સુવિધાઓ આપવામાં આવે છે. સા‚ ઘર, સા‚ શિક્ષણ આપવાની લોકોનું જીવન ધોરણ ઉંચુ જાય છે. અને આ માટે સરકાર કાર્યરત છે. છેવાડાનો માણસ પણ વિકાસથી વંચિત ન રહે તેનું ધ્યાન રાખવામાં આવે છે. ચાલુ સાલે મધ્યપ્રદેશમાં ઓછો વરસાદ પડતા નર્મદામાં ઓછુ પાણી આવ્યું છે. ચારેય રાજયોમાં ૫૦% કાપ છે. પરંતુ રાજય સરકારની રજુઆતને ધ્યાને લઈ, ઉનાળામાં પાણીની તંગી ન થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. આગામી જુલાઈ સુધી પૂરતુ પાણી મળી રે રાજકોટની પ્રજાને પાણી કાપનો સામનો કરવો ન પડે તે માટે સરકાર કટીબધ્ધ છે અગાઉ ટુંકા સમયના કારણે ૨૦-૨૦ રમવું પડેલ. હવે ગુજરાતની પ્રજાએ લાગલગાટ છઠ્ઠી વખત ભાજપને પૂરા પાંચ વર્ષનો સમય આપ્યો છે. ત્યારે રાજયનો સર્વાંગી વિકાસ થાય તે માટે સરકાર કૃત નિશ્ર્ચત છે. ગુજરાત દેશનું શ્રેષ્ઠ રાજયબને તે માટે સરકાર પયત્નશીલ છે. આવનારા દિવસોમાં રાજકોટ મહાનગરપાલીકા, ‚ડા, પોલીસ વિભાગ તથા કલેકટર વિભાગ દ્વારા વધુને વધુ વિકાસ કાર્યો થાય તેવી મેરેથોનની પૂર્વ સંધ્યાએ શુભેચ્છા પાઠવું છું.

આ પ્રસંગે મેયર ડો.જૈમન ઉપાધ્યાયએ ઉદબોધન કરતા જણાવ્યું કે, રાજકોટ માટે સોનાનો સૂરજ ઉગ્યો છે. મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ તેઓ સૌ પ્રથમ વખત આટલા મોટા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ખૂબ વ્યસ્ત હોવા છતાં તેઓ પ્રજાનો પ્રેમ જોઈ અત્રે ઉપસ્થિત રહ્યા છે. આ કાર્યક્રમ રાજકોટ મહાનગરપાલીકા, કલેકટર કચેરી, માર્ગ અને મકાન વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, સહિતના સરકારી વિભાગોનો કાર્યક્રમ છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કહ્યુંં કે કુલ ‚ા.૧૩ કરોડના ખર્ચે વોર્ડ નં.૧૭ ૧૮માં ડી.આઈ. પાઈપ લાઈન નેટવર્કનો પ્રારંભ થયો છે. પાણીવાળા ‚પાણી છે. આજીડેમ ખાલીખમ હતો ત્યારેમાં નર્મદા નીરથી ડેમ ભરી દીધેલ છે. તેમાટે તેઓ ધન્યવાદના અધિકારી છે. આગામી દિવસોમાં ડી.આઈ. પાઈપલાઈન નેટવર્કથી ૨૪૨૯ પાણી પૂરવઠા આયોજન શ‚ કરાશે.

આ કાર્યક્રમ દરમ્યાન મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના વરદ હસ્તે જુદા જુદા વિભાગોનાં ખાતમૂહૂર્ત અને લોકાર્પણની તકતીઓનું અનાવરણ કરવામાં આવેલ તેમજ શહેરી જમીન ટોચ મર્યાદા હેઠળ રેગ્યુલરાઈઝ થયેલ યુએલસી લાભાર્થીને સનદ વિતરણ કરવામા આવેલ તથા ‚ડા દ્વારા ‚ા.૬૬ કરોડના ખર્ચે તૈયાર થનાર આવાસોનો ડ્રો કરવામાં આવ્યો હતો.

આ તકે સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન પુષ્કરભાઈ જીલ્લા કલેકટર ડો. વિક્રાંત પાંડે રાજકોટ પોલીસ કમિશ્નર અનુપમસિંઘ ગેહલોત, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, સૌરાષ્ટ્ર યુનિ. રજીસ્ટ્રાર ડો. ધીરેન પંડયા માર્ગ અને મકાન વિભાગ વર્તુળ ૧ના કાર્યપાલક ,જનેર એમ.પી. ત્રિવેદી, રાજકોટ મહાનગરપાલીકાની બાંધકામ કમીટી ચેરમેન મુકેશભાઈ રાદડીયા, વોટર વર્કસ કમિટી ચેરમેન દલસુખભાઈ જાગાણી, હાઉસીંગ કમીટી ચેરમેન કિરણબેન સોરઠીયાએ એક સંયુકત યાદીમા જણાવેલ છે કે, રાજકોટ મહાનગરપાલીકા, જીલ્લા વહીવટી તંત્ર, રાજકોટ શહેર પોલીસ, માર્ગ અને મકાન વિભાગ, સૌરાષ્ટ્ર યુનિ. તથા રાજકોટ શહેરી સતામંડળના સંયુકત ઉપક્રમે તા.૧૭ના રોજ ‚ા. ૧૭૫ કરોડના ખર્ચે જુદા જુદા વિકાસ કામોનાં ખાતમૂહૂર્ત તથા લોકાર્પણ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય ઉપસ્થિત રહેલ તેમજ આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજકોટ શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણી રાજકોટ શહેર ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવ, ગુજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી સૌ.યુનિ.ના કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, મહિલા મોરચા પ્રભારી અંજલીબેન ‚પાણી રાજકોટ શહેર પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, ભીખાભાઈ વસોયા, અનુસુચિત જાતી મોરચા રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, ડો. મેયર ડો. દર્શિતાબેન શાહ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, વિક્રમભાઈ પૂજારા, માર્કેટ સમિતિના ચેરમેન અશ્ર્વીનભાઈ ભોરણીયા, સમાજ કલ્યાણ સમિતિનાં ચેરમેન જયમીનભાઈ ઠાકર, શિલ્પાબેન જાવીયા, બીનાબેન આચાર્ય, જયોત્સનાબેન ટીલાળા, દુર્ગાબા જાડેજા, અંજનાબેન મોરજરીયા, કાશ્મીરાબેન નથવાણી, વિજયભાઈ ચૌહાણ, પુનીતાબેન પારેખ, ડે. કમિશ્નર અ‚ણ મહેશ બાબુ, ડી.જે. જાડેજા, સી.કે. નંદાણી, ‚ડાના સી.ઈ.ઓ પંડયા, ડે. કલેકટર જાની, સિટી એન્જિનીયર અલ્પનાબેન મિત્રા, સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

મુંજકામાં ગાંધીગ્રામ-ર પોલીસ સ્ટેશનનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ધાટનVlcsnap 2018 02 19 11H11M16S7

 વિજયભાઇ ‚પાણી દ્વારા ગાંધીગ્રામ-૧ (યુનિવસીર્ટી) પોલીસ સ્ટેશનનું મુંજકા રાજકોટ શહેર ખાતે ઉદધાટન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર પોલીસ ટીમ સાથે સામાન્ય નાગરીકો પણ બહોળી સંખ્યામાં ઉ૫સ્થિત રહ્યા હતા. પોલીસ સ્ટેશનનું ઉદધાટન કરી સમગ્ર પોલીસ સ્ટેશનની સુવિધાને વિજયભાઇએ જાણી હતી.Vlcsnap 2018 02 19 11H14M20S55

ત્યાં પ્રેસ કોન્ફરરુમ, કેન્ટીનરુમ સાથે અન્ય રુમની અને જેલની સુવિધાઓ વિશે પણ માહીતી અનુપમસિંહ ગેહલોત દ્વારા આપવામાં આવી હતી. વિજયભાએ પોલીસ સ્ટેશનની બાંધકામ સહીતની સુવિધાની માહીતી જાણી હતી. અને સુવિધાની પ્રસંશા કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.