Abtak Media Google News

હાથીપગા રોગ નિમૂર્લન કાર્યક્રમ અંતર્ગત 910 વ્યક્તિઓના લોહીના નમૂના લેવાયાં

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથીપગા રોગના નિમૂર્લન કાર્યક્રમ અંતર્ગત શહેરના અલગ-અલગ વિસ્તારો પર 18 સાઇટ પરથી 910 વ્યક્તિઓના લોહીના નમૂના લેવામાં આવ્યા હતાં. જો કે સૌથી મોટી વાત એ છે કે રાજકોટમાં છેલ્લા 16 વર્ષથી હાથીપગાનો એકપણ કેસ નોંધાયો નથી. હાલ રાજકોટમાં હાથીપગા (ફાઇલેરીયાસીસ)ના જુના 13 દર્દી છે. આ તમામ દર્દીઓ અગાઉ નોંધાયેલ છે. છેલ્લા વર્ષ 2007 થી એક 5ણ નવો કેસ નોંધાયેલ નથી.

આ રોગના જંતુઓ (માઇક્રોફાઇલેરીયા કૃમિ) મનુષ્યના શરીરમાં રહે છે અને ઘણા વર્ષો બાદ રોગના ચિન્હો દેખાય છે એક વાર હાથીપગાનો રોગ લાગુ પડી ગયા બાદ તેને મટાડવાનો કોઈ ઈલાજ નથી. પરંતુ મનુષ્યના લોહીમાં આવા કૃમિમાલૂમ પડે તેને દવા આપી તેને હાથીપગાના દર્દી બનતા અટકાવી શકાય. હાથીપગાના કૃમિ રાત્રીના સમય દરમ્યાન લોહીમાં સક્રિય હોય, આથી રાત્રી દરમ્યાન લોહીના નમુના લઇ તેનુ પરિક્ષણ  કરવાની કામગીરી કરવામાં આવે છે.

હાથીપગા નિમૃર્લન કાર્યક્રમ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા દર વર્ષે 4 ફિકસ અને 4 રેન્ડમસાઇટ 5ર અને માઇગ્રેટરી વિસ્તાર (ગુજરાત બહારથી સ્થળાંતર કરેલ વસ્તીના વિસ્તાર) માં નાઇટ બ્લડ સર્વે ઘ્વારા લોહના નમુના લેવાની કામગીરી હાથ ધરવામાં આવે છે.

તા.08/02/2023 અને તા.09/02/2023 ના રોજ 36 ટીમ દ્વારા દેવકીનંદન સોસા, ભીમરાવનગર, મયુરનગર, ભાવનગર રોડ, ગુલાબનગર કોઠારીયા, ભૈયાબસ્તી દુઘસાગર રોડ, ઇન્દીરાનગર મફતીયું, વૈશાલીનગર મફતીયું, શિવ5રા – 04, વામ્બે આવાસ યોજના, લક્ષ્મણ ટાઉનશી5, આંબેડકરનગર, હરિદ્વારા સોસા., શીવનગર, ખોડીયારનગર, નવલનગર, ટપુભવાન પ્લોટ, રામનાથ5રા, લલુડી વોકડી વિસ્તારમાં હાથીપગા માટે લોહીના નમુના લેવાની કામગીરી હાથ ધરવામાં આવેલ. જેમાં 910 લોહીના નમુના લેવામાં આવેલ. જેને લોબોરેટરી ટેક્નિશિયન દ્વારા પરિક્ષણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.