Abtak Media Google News

રાજકોટ સહિત રાજયની આઠ મહાનગરપાલીકાઓ અને 10 અન્ય શહેરો સહિત કુલ 18 શહેરોમાં હાલ રાત્રી કરફયું સહિતની પાબંધી છે. કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું હોય રાજય સરકાર દ્વારા છૂટછાટો વધારવામાં આવી રહી છે. 18 શહેરોમાં વેપારીઓ તથા વ્યાવસાયિક એકમોનાં સ્ટાફે ફરજીયાત વેકિસન લેવાની અવધી ગઈકાલે પૂર્ણ થતાની સાથે રાજય સરકાર દ્વારા મૂદતમાં 10 દિવસનો વધારો કરી દેવામા આવ્યો છે. હવે 18 શહેરોનાં વેપારીઓએ આગામી 10મી જૂલાઈ સુધીમાં અને રાજયભરનાં વેપારીઓ 31મી જુલાઈ સુધીમાં ફરજીયાત પણે વેકિસન લઈ લેવાની રહેશે.

Advertisement

મુદતમાં વધારો: 18 શહેરોનાં વેપારીઓએ 10મી સુધીમાં વેકિસન લેવી ફરજિયાત

રાજયભરમાં વેપારીઓ-સ્ટાફે 31મી જૂલાઈ સુધીમાં ફરજિયાત કોરોનાની રસી લઈ લેવી પડશે

કોરોનાનું સંક્રમણ ઘટતા રાજય સરકાર દ્વારા ગત 24મી જૂનના રોજ રાજયનાં 36 શહેરો પૈકી 18 શહેરોમાંથી રાત્રી કરફયું સહિતની તમામ પાબંધી ઉઠાવી લેવામાં આવી હતી જયારે અન્ય 18 શહેરોમાં રાત્રી ક્રફયુંનો સમય એક કલાક ઘટાડવામાં આવ્યો હતો. અને દુકાનો ખૂલ્લી રાખવાની અવધી બે કલાક વધારવામાં આવી હતી.

રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર એમ આઠ મહાનગરપાલિક ઉપરાંત વાપી, અંકલેશ્ર્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરૂચ, પાટણ, મોરબી, ભૂજ અને ગાંધીધામ એમ 18 શહેરોમાં રાત્રી કરફયું સહિતના નિયંત્રણો પાંચમી જૂલાઈ સુધી જારી રાખવામાં આવ્યા હતા. દરમિયાન આ શહેરોમાં વેપારીઓ તથા વ્યાવસાયિક એકમોનાં સ્ટાફ અને સંચાલકોએ 30મીજૂન સુધીમાં ફરજીયાત પણે કોરોનાની વેકિસન લઈ લેવી તેવી ઘોષણા કરવામાં આવી હતી. રાજયભરમાં હાલ કોરોનાની વેકિસનની છેલ્લા એક સપ્તાહથી તિવ્ર રાખી છે. આવામાં રસી ન મૂકાવનાર વેપારીઓ સામે જો આકરી કાર્યવાહી કરવામાં આવે તો રોષ ઉભો થાય તેવી સંભાવના હોય રાજય સરકાર દ્વારા 18 શહેરોમાં વેપારીઓ ફરજીયાત વેકિસનની મૂદત 10મી જૂલાઈ સુધી વધારી દીધી છે.

18 શહેરોમાં હવે વેપારીઓએ 10મી જૂલાઈ સુધીમાં ફરજિયાત વેકિસન લઈ લેવી પડશે જયારે રાજયભરમાં વેપારીઓએ 31મી જૂલાઈ સુધીમાં વેકિસન લઈ લેવાની રહેશે. વેકિસનના ડોઝની અછત ટૂંક સમયમાં હલ થાય તેવું લાગતુ નથી. આવામાં વેપારીએ ફરજીયાત વેકિસન લેવાની મૂદતમાં હજી વધારો કરવામાં આવે તેવી શકયતા પણ નકારી શકાતી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.