Abtak Media Google News

ટુરીઝમ વિભાગની વેબસાઈટ પણ યાત્રાળુઓને આકર્ષવા ખોટી માહિતી અપાઈ રહી હતી જેની જાણ સરકારને થતા જ અચાનક માહિતી બદલી લેવાઈ

ગીરના મધ્યમાં આવેલ કનકાઈ માતાજીનાં મંદિરમાં રાત્રી રોકાણ માટે યાત્રાળુઓની પડાપડી બોલતી હોય છે. ત્યારે ગુજરાત ટુરિઝમ વિભાગે આ મામલે ચોખવટ પાડતા જણાવ્યું હતુ કે, જે લોકોનાં કુળ દેવી કનકાઈ માતાજી છે તેવા ૫૦ યાત્રાળુઓ જ મંદિરમાં રાત્રીવાસ કરી શકશે આ પૂર્વે તમામ સહેલાણીઓ માટે નાઈટ સ્ટેની પરવાનગી હતી ત્યારે સરકારનું ધ્યાન દોરાયુંહતુ કે રાજય સંગઠીત પ્રવાસ વિભાગ પોતાના જંગલનાં નિયમો કઈ રીતે તોડી શકે ?

Advertisement

કનકશઈ મંદિર ગીર અભિયારણનું હૃદય છે. જંગલનાં નિયમો મુજબ ૫૦ થીક વધુ સહેલાણીઓ જંગલમાં કનકાઈ મંદિરે રાત્રીવાસ કરી શકે નથી. સપ્ટેમ્બર ૨૦૧૭માં ગુજરાત સરકારે નોટીસ જાહેર કરી હતી. તેના આધારે ૫૦ ધાર્મિક યાત્રાળુઓ જ કનકાઈ મંદિરે રોકાઈ શકશે પરંતુ ગુજરતા ટુરિઝમે કનકાઈ મંદિરની વેબસાઈટ પર તમામ ટુરિસ્ટોને કાનગી ગાઈડ સાથે રહેવા માટે આકર્ષતા રહ્યા તેની વેબસાઈટમાં દર્શાવેલું છે કે સાસણ ગીરથી ૫૦ કિલોમીટર જંગલમાં આવેલા કનકા, માતા ગીર જંગલનાં ભરવાડના રક્ષક છે. આ મંદિરે આવવા ખાસ રાત્રી રોકાણ માટે લોકો તલપાપડ થતા હોય છે.

જોકે હવે ટુરિઝમ વિભાગે પોર્ટલ પર ઉપલબ્ધ માહિતી સંપૂર્ણ રીતે બદલી નાખી છે. હવે સાસણ ગીરથી ૫૦ કિ.મી.ને બદલે તેની દુરી ૨૫ કીમી કરી દેવામાં આવી છે. આ એક પવિત્ર સ્થાન છે. અને ખૂબજ જંગલી વિસ્તાર છે. જયાં તમે રાત્રેનાં સિંહોની ગર્જના સાંભળી શકો છો અને રાત્રી સમયે તળાવ નજીક જંગલી પશુઓ પણ એકઠા થાય છે. આ બધી બાબત સાચી છે. પરંતુ વન વિભાગે એક સમયે ૫૦ યાત્રાળુઓની જ રાત્રીવાસ માટેની પરવાનગી આપી છે. જેનું ઉલ્લંઘન રાજય ટુરિઝમ કરી શકે નહી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.