Abtak Media Google News

એશિયાઇ સિંહોના ઘર અને કેસર કેરી માટે વિશ્વ વિખ્યાત ગીરનું જંગલ હવે વાઇલ્ડ પ્રેમીઓ માટે પણ આકેલણનું કેન્દ્ર બની રહ્યુ છે. ડિસ્કવરી ચેનલના સૌથી લોકપ્રિય શો મેન વર્સીસ વાઇસ્ડ શૂટિંગ આગામી મહિનામાં ગીરના જંગલમાં થાય તેવી પ્રખળ સંભાવના છે.

Advertisement

જુનાગઢના ગીર જંગલમાં ડિસ્કવરી ચેનલના વિશ્વ વિખ્યાત શો “મેન વર્સીસ વાઇલ્ડનું શૂટિંગ થશે. તથા  ડિસ્કવરી ચેનલના વિશ્વ વિખ્યાત શોના હોસ્ટ બેયર ગ્રિલ્સ વધુ એકવાર ભારતનાં જંગલોમાં સેલિબ્રિટી સાથે સફારી ટ્રેક કરતા આગામી સમયમાં જોવા મળશે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ડિસ્કવરી ચેનલના પ્રોગ્રામ હેઠળની ધ ઇન ટુ ધ વાઇલ્ડ’ સિરીઝના વધુ એક એપિસોડનું ગુજરાતના ગીર અભ્યારણમાં શૂટિંગ કરવા પરમિશન માટે ગુજરાત સરકારનો સંપર્ક હોવાનું રાજ્ય સરકારના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું છે.

જો સૂત્રોનું માનીએ તો વનવિભાગ દ્વારા મંજૂરી મળશે તો બ્રેયાર ગિલ્સ સંભવત અમિતાભ બચ્ચન સાથે આ શૂટિંગ માર્ચ મહિનામાં ગીરના જંગલોમાં કરે તેવી શક્યતાઓ છે અને આ શૂટિંગ માત્ર દોઢ દિવસમાં આટોપી લેવામાં આવે તેવી વાત છે જોકે હાલમાં બિગ બીની ઉંમર તથા સ્વાસ્થ્ય ની બાબતો ધ્યાને લેવાય છે અને આ બાબતે હવે પછી નિર્ણય લેવાશે તેવું પણ જાણવા મળેલ છે.

અત્રે નોંધનીય છે કે, આ અગાઉ બ્રેયર ગ્રિલ્સ ભારતના વિવિધ જંગલોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત સિનેસ્ટાર રજનીકાંત અને અક્ષય કુમાર સાથે એપિસોડ કરી ચુક્યા છે તથા બેયર એ રેકોર્ડ બ્રેક ટીઆરપી હાસલ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.