Abtak Media Google News

નવી પ્રાઈવસી પોલીસીના વિવાદ બાદ વોટસએપનો સિકયોરીટી મજબુત બનાવવા પર વધુ ભાર

કોમ્પ્યુટર અને લેપટોપ પર વોટ્સએપ ચલાવવા ફેસઅનલોક અને ફિંગરપ્રીન્ટ સેન્સરનાં નવા ફીચર્સ લોન્ચ

નવી પ્રાઈવેસી પોલીસીને લઈ હોબાળો મચ્યા બાદ વોટ્સએપે ડેસ્કટોપ યુઝર્સ માટે નવી બાયોમેટ્રીક સિકયુરીટી લેયર લાવવાની જાહેરાત કરી છે. વોટ્સઅપ વેબ માટે સલામતીનાં નવા ફીચર્સ ઉમેરવાનો કંપનીએ નિર્ણય કર્યો છે. જે મુજબ હવે, કોમ્પ્યુટર અને લેપટોપ પર વોટ્સએપનો ઉપયોગ કરવા ફીંગરપ્રીન્ટ અથવા મોઢુ બતાવવું પડશે.

પુરી દુનિયામાં નવી પોલીસીનો વિવાદ થયા બાદ ફેસબુકની માલિકીની કંપની વોટ્સએપ હવે, સિકયોરીટી પર વધુ ધ્યાન દોરી રહી છે. વોટ્સએપ વેબ માટે ફેસ અનલોક અને ફીંગરપ્રીન્ટ સેન્સરનો સપોર્ટ જારી કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ બંને ફીઝર્સ મોબાઈલ એપ વર્ઝનમાં અગાઉથી જ ઉપલબ્ધ છે.કોમ્પ્યુટર અને લેપટોપ પર વોટ્સએપ ચલાવવા અ્ત્યાર સુધી કયુઆર કોડ સ્ક્રેનનો ઉપયાગે થતો હતો.જે કોડનો ઉપયોગ કરી અન્ય યુઝર્સ પણ વોટ્સએપમાં લોગઈન થઈ શકે આનાથી યુઝર્સના પ્રાઈવસી ભંગ થવાનો ભય રહેતો પરંતુ હવે, ફીંગરપ્રીન્ટ અને ફેસઅનલોકના ફીચર્સ આવતા વોટસએપ ત્યારે જ ડેસ્ટટોપ પર ચલાવી શકશો જયારે યુઝર્સ ફીંગરપ્રીન્ટ અથવા મોઢૂ બતાવે કંપનીએ આ નવા ફીચર્સ અંગે કહ્યું છે કે, આનાથી યુઝર્સની પ્રાઈવેસીનો ભંગ નહી થાય, આ બાયોમેટ્રીક ડીટેલ (ફેસઆઈડી, ફ્રીંગરપ્રીન્ટ સેન્સર)ને વોટ્સઅપ સ્ટોર કરશે નહી અને આ માહિતી દ્વારા યુઝર્સના મોબાઈલ ફોનનું એકસેસ પણ લેવાશે નહી ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે વોટ્સએપનાં વેબ વર્ઝનથી યુઝર્સનાં કોન્ટેકટ લિસ્ટ ગુગલ પર લીક થયાનો કેસ સામે આવ્યો હતો. આ પ્રકારે બીજી વાર ડેટા લીક ન થાયત માટે વોટ્સએપે વેબમ વર્ઝનને વધુ મજબુત બનાવવા નવા ફીચર્સ લોન્ચ કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.