Abtak Media Google News

ઉડ્ડયન મંત્રાલયે નવી માર્ગદર્શિકા બહાર પાડી દરેક વર્ગ માટે ભોજનને લઇ ફેરફારને મંજુરી

એર લાઇન્સ દ્વારા ચલાવવામાં આવતી ડોમેસ્ટીક ફલાઇટમાં હવે પેકીંગ વગરના નાસ્તાઓ, ભોજન, ગરમ પીણાઓ પીરસી શકશે. આનો મતલબ એવો થયો કે સસ્તા દરની એરલાઇન્સ  હવે અગાઉની જેમ જ વેચવાનું શરુ કરી શકશે અને ભોજન સેવા આપી શકશે.

Advertisement

આંતરરાષ્ટ્રીય ફલાઇટોમાં સફર કરતાં મુસાફરોને હવે ગરમ ભોજન અને મર્યાદિત માત્રામાં અલ્કાહોલિડ અને પાણીની બોટલોના બદલામાં આપી શકશે. જે કોરોના મહામારીના પગલે આંતર રાષ્ટ્રીય ફલાઇટોમાં ક્રુ સભ્યો ઘટાડાના પગલે સ્થગિત કરી દેવામાં આવી હતી.

વિમોનોની બેઠક પાછળ મનોરંજન માટે લગાવવામાં આવતી ઇનફલાઇટ એન્ટરટ્રેઇનમેન્ટ સ્ક્રીન આઇ.એ.ઇ. પણ હવે રોજીંદી જીવનશૈલીમાં કોરાના કટોકટી ની જેમ જ પુન: લગાડવામાં આવશે  મુસાફરો પોતાની જગ્યા ઉપર આવે તે પહેલા જ આ સ્કીનનોને ડીસ ઇન્ફેફટેડ અને સેનીરાઇઝરથી કિટાણુ રહિત કરવામાં આવશે અને પેસેન્જરોને હેડફોન પણ આપવામાં આવશે.

ઉડ્ડયન મંત્રાલયે ગુરુવારે એક માર્ગદર્શિકા જારી કરીને વિમોના દરેક વર્ગ માટે આ ફેરફારને મંજુરી આપી હતી ચા-કોફી આલ્કોહોલિક , નોન આલ્કાહોલિક પીણાઓ ડિસ્પોઝીબલ કેન, કનટેન્ર બાટેલ  અને ગ્લાસમાં આપવામાં આવશે.

અગાઉની પઘ્ધતિના બદલે દરેક વિમાનની ફલાઇટની સફરના અંતર પર પ્રીપેકડ ઠંડા ભોજન નાસ્તામાં નહિવત અથવા તો મર્યાદિત માત્રામાં ભોજન પીરસવાની પ્રથા હતી આવી લાંબી મુસાફરીમાં ચા-કોફી આપવામાં નહિ આવે એર લાઇન્સ ખાનગી અને ચાર્ટડ વિમાનોની આંતરરાષ્ટ્રીય ફલાઇટો અને ભારતમાંથી રવાના થતી ફલાઇટોમાં હવે જે અગાઉ આંતર રાષ્ટ્રીય ફલાઇટો માટે મહામારી દરમિયાન નિયમો બનાવ્યા હતા. તે અનુસાર ગરમ ભોજન અને મર્યાદિત માત્રામાં ઠંડા પીણા આથી શકાશે.

કોરોનાના મહામારીના કારણે નિયમો બદલાયા હતા

અગાઉ કોરોના કટોકટી પૂર્વે આંતરરાષ્ટ્રીય ઉડાનો માટેના નિયમોમા: કોરોના કટોકટી દરમિયાન ઠંડા પીણા, ભોજન અને પાણીની બોટલોના જથ્થા ઉડ્ડયન સમય પર આધારીત રહેતો હતો, પાણીની બોટલ, પેસેન્જરોની શીટ ઉપર મુકવામાં આવતી હતી જે ક્રુ મેમ્બર અને પેસેન્જરોની સંખ્યામાં ઘટાડાના પગલે બદલવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.