Abtak Media Google News

ચોથી જાગીરને રખે કોઈ નિર્તાલ્ય અને માથુ ન ઉંચકી શકે અને પત્રકારને બદનામ કરતા પરિબળોને નામશેષ ન કરી શકે એવું રખે કોઈ માને !

Advertisement

હે પ્રભુ ! આ ચોથી જાગીર આપણા દેશની લોકશાહીનું જતન કરવાનું મહત્વનું અંગ છે. એના વિના આપણો દેશ વિશ્ર્ના મહાન દેશનું ગૌરવ કયારેય નહીં પામે !

હે પ્રભુ અમારી આ અરજ સત્વર નહીં સ્વીકારીએ તો અમે બધા મામણ બની જવાનો ભય છે !

આ તકે આપણો દેશ જેની ઋષી છે તે ચૈતન્યઓ કેટલાક બહુ મહત્વના માનવજીવનના મંત્રો આપ્યા છે તેમાના જે એકને સૌથી મહત્વ આપ્યું છે કે માનવ એક બાબતમાં સર્વસંમત છે કે કોઈપણ મનુષ્યને ઉછીના પૈસા આપવા નહીં અને કોઈનું કયારેય પણ દેવું કરવું નહીં !

તેમણે વિવિધ દષ્ટાંતો આપીને દર્શાવ્યું છે કે, કોઈના ઉછીના પૈસા લઈને એ કોઈપણ કારણો બનાવીને સમયસર પાછા ન આપીએ તો તે આખા કુટુંબનું અધપતન નોતરે એવું પાપ છે. ચાણકયે તો એટલે સુધી કહ્યું કે આવી ઠગાઈ અને છેતરપીંડી આચરનારને શિક્ષા કરવા માટે એની બુદ્ધિ બગાડે છે અને તે આખા પરીવારને સ્પર્શી લે છે. ભગવાને પછી કાંઈ કરવાનું રહેતું નથી. જે કુટુંબની બુદ્ધિ બગેડી તે કયારેય દુશચાર આચર્યા વગર રહી શકતો નથી !

આપણે ત્યાં કરોડપતિ કુટુંબો બરબાદ થઈ ગયાના દાખલા છે. ચાણકયના આ જીવનમંત્રોને રખે આપણે ઉથાવીએ અને પાપના પોટલા બાંધીએ. ચૈતન્યે તો એટલે સુધી કહ્યું છે કે, આવા પાપી લોકોને આખા માનવ સંગાથે ધૂત્કારવા જોઈએ અને ગામઠી ભાષામાં રહીએ તો નાત બહાર મુકવા જોઈએ. ભગવાન પાસે ચોથી જાગીરની અરજી આવે ત્યારે આ મુદાને પણ ઉપસ્થિત કરવો જોઈએ !

આપણા દેશની આવી બેહુદી રાજપઘ્ધતિમાં ગોલાઓ રાજા છે. પાપીઓ પ્રધાન થઈ બેઠા છે. આજેય રાવણ, કંસ અને અન્ય રાક્ષસો આપણી ધરતી ઉપર ખુલ્લેઆમ ધુમી રહ્યા છે.

નવ નવ વાર અવતાર લીધો તોય આ ધરતીનો શો દિ વાળ્યો ? વાળ્યો ભગવાને એવી ટકોર નાસ્તિકો કરી રહ્યા છે ! કહે છે કે, અધર્મના નાશ માટે ભગવાન અવતર્યા કરે છે, પણ અધર્મ તો વધતો જ રહ્યો છે… જો ભગવાન કઠ્ઠણ કાળજાનો ન હોત તો એને જરૂર એ વાતનું દુ:ખ ઉપજત કે, તેમણે જેને માનવરૂપે સર્જયો તે જ તેમને વેચી નાખવા જેટલા નગુણુા બની ગયા છે !

ચાણકય એક સામાન્ય માનવીમાંથી મગધના જુલ્મી રાજા ધનાનંદને તેમના રાજવીપદેથી પદભ્રષ્ટ કરાવીને ધુળ ચાટતા કરી દીધા અને પોતે જેને નવા રાજા તરીકે બેસાડવા તૈયાર કરીને ચંદ્રુગપ્ત ગુપ્તને સર્વસ્તા બનાવીને અખંડ ભારતની કલ્પના સાથે ગુપ્તવંશની આણ ફેલાવી એ ઘટના ભારતના ઈતિહાસમાં અજર અમર છે. એમ કહેવાય છે કે, શ્રીકૃષ્ણ પછી ચૈતન્ય મહામુત્સદી અને સમયની પાર નિહાળી શકનાર ચૈતન્ય જેવો મુત્સદી અને દુરંદેશી આપણા દેશે આજ સુધીમાં એકેય પેદા કર્યો નથી, કે જોયો જાણ્યો નથી.

ચૈતન્યનો એવો અડગ મત હતો કે, જે શાસક દુષ્ટો સામે તેની પ્રજાનું રક્ષણ કરી શકતો નથી એને રાજ કરવાનો કોઈ અધિકાર નથી. આપણો દેશ ચીન-પાકિસ્તાનની ધરી સાથે અમુક પ્રદેશોની લશ્કરી હાર જીતની છેલ્લા ઘણા વખતી આપણા લશ્કરી વડાઓ દ્વારા જાહેરાતો કરાવે છે. એની સમીક્ષામાં ઉંડા ઉતરવાને બદલે વાસ્તવિક પરિસ્થિતિનું વિશ્ર્લેષણ કરવું ઘટે છે. એકબાજુથી આપણે પ્રાદેશિક તકરારો બાબતમાં એની સાથે સુલેહ શાંતીનું વલણ પ્રગટ કર્યા કરીએ છીએ અને બીજીબાજુ લશ્કરી સ્ટ્રાઈકની જાહેરાતો કરીએ છીએ. પાકિસ્તાન પણ એની રાજદ્વારી રમત રમ્યા કરે છે. આપણા દેશના સર્વેપ્રથમ ગૃહપ્રધાન અને લોખંડી નેતાઓ છેક પંડિત જવાહરલાલ નહેરૂ વડાપ્રધાન હતા તે વખતે સ્પષ્ટ શબ્દોમાં એવી સલાહ આપી હતી કે તુર્કી ટોપી અને પીળી ચામડીનો કદાપી ભરોસો ન કરવો અહીં તુર્કી ટોપી તે પાકિસ્તાન અને પીળી ચામડી તે ચીનની વાત હતી. આ બન્નેએ આપણા દેશની સાથે વચનભંગ અને દગલબાજી કરી છે અને હિન્દી-ચીની ભાઈ ભાઈના સુત્રો વચ્ચે ભારત ઉપર આક્રમણ કર્યું છે. જો ચૈતન્ય આ વખતે હાજર હોત તો આ પરિસ્થિતિ કદાચ ન સર્જાત ! ચૈતન્ય માનવતાવાદી હતા સૌનું ભલુ અને સુખ સમૃદ્ધિ ઈચ્છતા હતા પરંતુ તેઓ વાસ્તવિકતાના આગ્રહી તેમનું સુત્ર હતું મનુષ્યો સારા હોવા જોઈએ અને સાચા હોવા જોઈએ એવો ધર્મ બજાવવામાં જ માનવજાત ભલુ છે એ નિર્વિવાદ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.