Abtak Media Google News

રામાપીર ચોકડી, નાના મવા ચોકડી, જડુસ રેસ્ટોરન્ટ પાસે, ગ્રીનલેન્ડ ચોકડી અને ઉમિયા ચોકડીએ બનશે બ્રિજ

રાજકોટમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે અલગ અલગ પાંચ જગ્યાએ ઓવરબ્રિજ બનાવવા માટે રૂા.૨૩૦ કરોડ મહાપાલિકાને ફાળવવા માટે તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. દરમિયાન આજે ગુજરાત મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડ દ્વારા પાંચ બ્રિજનું નિર્માણ કામ શરૂ ઈ શકે તે માટે કોર્પોરેશનને રૂા.૨૩ કરોડની ફાળવણી કરવામાં આવી હોવાનું મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી દ્વારા જણાવવામાં આવ્યું છે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્યમાં દ્વારા મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં ૭૫ બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ મહાપાલિકા દ્વારા શહેરમાં ૮ ફલાય ઓવરબ્રિજ બનાવવા માટે રૂા.૩૭૬.૭૧ કરોડ ફાળવવા શહેરી વિકાસ વિભાગ સમક્ષ દરખાસ્ત કરવામાં આવી છે. જે પૈકી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા તાજેતરમાં શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર રામાપીર ચોકડી પાસે ઓવરબ્રિજ બનાવવા રૂા.૪૦ કરોડ, નાના ચોકડી પાસે ઓવરબ્રિજ બનાવવા માટે રૂા.૪૦ કરોડ, ઉમિયા ચોકમાં ફલાય ઓવરબ્રિજ બનાવવા રૂા.૫૦ કરોડ, કાલાવડ રોડ પર જડુસ રેસ્ટોરન્ટ પાસે ફલાય ઓવર બ્રિજમ બનાવવા રૂા.૫૦ કરોડ અને ગ્રીનલેન્ડ ચોકડી પાસે ઓવરબ્રિજ બનાવવા રૂા.૫૦ કરોડ સહિત રૂા.૨૩૦ કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.

આજે ગુજરાત મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડ દ્વારા પાંચ બ્રિજ માટે રૂા.૨૩૦ કરોડ ફાળવવાની સૈધ્ધાંતિક મંજૂરી સામે તાત્કાલીક ૧૦ ટકા મુજબ રકમ એટલે ૨૩ કરોડ ફાળવી દેવામાં આવી છે. આગામી દિવસોમાં મહાપાલિકાએ બ્રિજના નિર્માણના ખર્ચનો પ્રામિક અંદાજ, ડીપીઆર, ટેન્ડર પ્રક્રિયા સહિતની વિગતો રજૂ કરવાની રહેશે અને દર મહિનાની પાંચમી તારીખ સુધીમાં બ્રિજના કામનો પ્રગતિ અહેવાલ ફાયનાન્સ બોર્ડ સમક્ષ રજૂ કરવાનો રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.