Abtak Media Google News

બુલેટ લવર આનંદો… આવી રહી છે રોયલ સવારી

યુવા દિલોની ધડકન એટલે કે રોયલ ઈનફિલ્ડ બુલેટ રાજદુત સમયથી જ હોટ એન્ડ ફેવરીટ રહી છે ત્યારે આ આઈકોનિક ગણાતી ઈનફિલ્ડ સવારી જુની અને જાણીતી કંપની જાવા મોટરસાયકલ નવા ફિચર્સ અને આધુનિક ટેકનોલોજી સાથે બુલેટ લવરોનું ફેવરિટ બનવા ફરી કમબેક કરી રહ્યું છે. જાવા મોટરસાયકલ વિશાળ રેન્જ મનપસંદ કલર અને રજવાડી ખાટ સાથે લોકોનું દિલ જીતશે. સદીઓથી જાવા મોટરસાયકલ ફેમસ રહ્યું છે.

જો તમારા દાદા પણ રોયલ બાઈકના શોખીન હોય તો તેમને જાવા યેજડી મોટરબાઈક વિશે પુછતા તમને શાનદાર રીવ્યુ મળી રહેશે. કારણકે ટુ-વ્હીલર માર્કેટમાં એક સમયે જાવા યેજડીનો દબદબો હતો. ખાસ ફિચરમાં જાવા ૩૦૦ સીસીના એન્જીન સાથે કમબેક કરી રહ્યું છે ત્યારે તેનો આકર્ષક બાહ્ય દેખાવ પણ કેક ઉપર ચેરી સમાન છે. જયારે મહિન્દ્રા મોજો અને ન્યુ જાવાના એન્જીન ખુબ જ સમાન છે.B2 જાવા મોટર સાયકલની સૌથી મોટી ખાસીયત એ છે કે તે રોયલ ઈનફિલ્ડની સાથે સ્પર્ધા કરી શકે તેવી ધમાકેદાર રજવાડી બાઈક છે. રોયલ ઈનફિલ્ડ અને જાવા મોટર સાયકલની શરૂઆત ભારતમાં એક સાથે થઈ હતી ત્યારે થોડા સમય માટે જાવાના મોટરસાયકલની ભારતીય બજારમાં સ્વિકૃતિ ઓછા અંશે થઈ હતી ત્યારે રોયલ ઈનફિલ્ડ સતત યુવા દિલોની ધડકન રહ્યું છે.

સીંગલ સિલિન્ડર એન્જીન અને ડયુઅલ ડીઓએચસી ટેકનોલોજી સાથે વિકસાવાયેલું આ એન્જીન મુળ ઈટલી અને ભારતના નિષ્ણાંતો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. ૨૭ હોર્સ પાવરની ટોર્ક પાવર સાથે ૬ સ્પીડ ગીયર બોકસ સાથેની ક્ષમતા જાવા મોટર સાયકલના કલાસીક ડિઝાઈન કરાયેલા વીલમાં પસાર થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.