Abtak Media Google News

ભાજપની સિઘ્ધીઓ વર્ણાવશે: 6 થી 14 એપ્રિલ સુધી સેવા સપ્તાહની ઉજવણી કરાશે

વિશ્ર્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય  જનતા પાર્ટી આગામી 6 એપ્રિલના રોજ 43મો સ્થાપના દિન ઉજવશે. દેશભરમાં ભાજપના સ્થાપના દિનની 6 થી14 એપ્રિલ દરમિયાન સેવા સપ્તાહ તરીકે ઉજવણી કરવામાં આવશે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી 6 એપ્રિલના રોજ ભાજપના કાર્યકરો સાથે વાતચીત કરશે પક્ષને વધુ મજબૂત બનાવવા માટે કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવશે.

1980માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી. આજે ભાજપ ધેઘુર વટવૃક્ષ  બની ગયું છે. વિશ્ર્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની ચૂકી છે. આગામી 6 એપ્રિલના રોજ ભાજપનો 43મો સ્થાપના દિન છે જે અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં  આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી 6 એપ્રિલના રોજ દેશભરના ભાજપના કાર્યકરોને સંબોધશે અને મનથી વાત કરશે 43 વર્ષના કાર્યક્રમમાં ભાજપની અનેકાનેક સિઘ્ધીઓ અંગે કાર્યકરોને માહિતગાર કરવામાં આવશે.

ભાજપ પ્રેરિત એનડીએની કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા નવ વર્ષમાં કરેલા લોકહિતના કાર્યો અને વિવિધ લોકપયોગી સિઘ્ધીઓ લોકો સુધી પહોચાડવા માટે ધારાસભ્યો, સાંસદ સભ્યો  અને સંગઠનના હોદેદારોને સુચના આપી દેવામાં આવી છે. ભાજપ દ્વારા આગામી 6 થી 18 એિ5્રલ દરમિયાન દેશભરમાં સેવા સપ્તાહની ઉજવણી કરવામાં આવશે વિવિધ સેવાકીય કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.