Abtak Media Google News

ભાજપને ભીડવવા વિપક્ષની વ્યૂહરચના

રાજ્ય કક્ષાએ સંકલન સમિતિ રચી ઉમેદવારોની પસંદગી કરવાની જવાબદારી તેને સોંપાશે

2024ની લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકારને ભીડવવા વિપક્ષ સંગઠન ઇન્ડિયા તૈયારીઓ કરી રહ્યું છે. જેમાં હાલ વિપક્ષોએ 400 બેઠક ઉપર એક જ ઉમેદવાર ઉભો રાખવાની વ્યૂહરચના અપનાવવાનું નક્કી કર્યું છે. આ સાથે ઉમેદવારોની પસંદગીનો નિર્ણય રાજ્ય કક્ષાની સમિતિઓ ઉપર છોડવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.

કોંગ્રેસ અને કેટલાક અન્ય પક્ષોએ પણ કુલ 543માંથી 400 સંસદીય બેઠક ઓળખી કાઢી છે જ્યાં ભાજપ સાથે વન-ઓન-વન લડાઈ શક્ય છે, એમ કોંગ્રેસના વરિષ્ઠ કાર્યકર્તાએ જણાવ્યું હતું.  ઈન્ડિયા બ્લોક ક્ધવીનરની નિમણૂક કરવા માટે કોઈ ઉતાવળમાં નથી, પરંતુ 11 સભ્યોની સંકલન સમિતિની દરખાસ્ત કરવામાં આવી છે. એમ તેમણે જણાવ્યું હતું.

બે દિવસીય વિપક્ષી જૂથની બેઠક ગઈકાલે ગુરુવારે શરૂ થઈ હતી, ત્યારબાદ ઉદ્ધવ ઠાકરે દ્વારા ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું.  આજે શુક્રવારે સવારે ઔપચારિક ચર્ચા થશે અને ગઠબંધનના લોગોનું અનાવરણ કરવામાં આવશે.  જૂનમાં પટનામાં એક અને જુલાઈમાં બેંગલુરુમાં બીજી બેઠક પછી આ મુંબઈમાં યોજાઈ રહેલી આ ત્રીજી બેઠક છે.  આ બેઠકમાં 28 રાજકીય પક્ષોના 63 પ્રતિનિધિઓ ભાગ લઇ રહ્યા છે.

વરિષ્ઠ નેતાઓ લોકસભાની ચૂંટણીમાં એનડીએના ઉમેદવારોની હાર સુનિશ્ચિત કરવા માટેની વ્યૂહરચના અંગે ચર્ચા કરશે અને સર્વસંમતિ એ છે કે બેઠકોની વહેંચણી અંગેના નિર્ણયો રાજ્ય-સ્તરની સમિતિઓમાં લેવા જોઈએ. એક નેતાના જણાવ્યા અનુસાર  અમારી પાસે 28 પાર્ટીઓ અને 63 નેતાઓ છે.  તેઓ એક એક્શન પ્લાન બનાવશે, નિર્ણયો લેશે અને આને રાષ્ટ્રીય સ્તરની સંકલન સમિતિના ધ્યાન પર લાવશે, જે પછી અંતિમ નિર્ણય લેશે. આખરે, ઉમેદવાર પસંદ કરવા માટે ઇલેક્ટિવ મેરિટ મુખ્ય માપદંડ હશે.

નેતાએ કહ્યું, અમે પ્રસ્તાવ મૂક્યો છે કે 400 બેઠકો પર એક જ ઉમેદવારની લડાઈ હોવી જોઈએ, અને ત્યાં પૂરતી બેઠકો જીતવી અમારા માટે મુશ્કેલ ન હોવી જોઈએ.  બાકીની 143 બેઠકો પર હરીફાઈ અનિવાર્ય છે. આ 143 બેઠકોમાંથી મોટાભાગની બેઠકો આંધ્ર પ્રદેશ, યુપી અને ઓરિસ્સામાં છે.   અમારી પાસે પીએમ ઉમેદવારને પસંદ કરવા માટે પૂરતો સમય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.