Abtak Media Google News

જૈન નું અતિ પવિત્ર તીર્થધામ પાલીતાણા શેત્રુંજય ગીરીરાજ ગણાય છે જે જૈન ધર્મના ઉપાસકો હારા ધકો માટે આ મહિમા તીર્થ છે તેમજ મંદિરો અને જીનાલયની નગરી તરીકે પણ જાણીતા પાલીતાણા તીર્થમાં ચાતુર્માસ ના ચાર માસ દરમિયાન શેત્રુંજય ગિરિરાજની યાત્રા બંધ રહે છે જે કારતક શુદ્ધ પૂનમ ના દિવસથી ચાર માસ બાદ યાત્રાનો વિધિવત રીતે આરંભ થાય છે

ચોમાસામાં લીલોતરીમાં સૂક્ષ્મ જીવ પણ ન કચડાય એટલે ચાર મહિના યાત્રા રહે છે બંધ

ચાતુર્માસ ના ચાર મહિના જે અષાઢ સુદ પૂનમ થી કાર્તિક માસ શુભ ચૌદસ સુધી ડુંગર પર યાત્રા બંધ રહે છે એમ કહેવાય છે કે અહિંસા ના પાયાના સિદ્ધાંતોને માનનાર નારા જૈન લોકો ચોમાસા દરમિયાન ડુંગર પર લીલોતરી હોવાથી નાનામાં નાના સૂક્ષ્મ જીવો પણ પોતાના પગ નીચે આવી જાય તે માટે ડુંગર પર યાત્રા કરતા નથી તેમ જ સાધુ અને સાધ્વી ભગવંત પણ વિહાર કરતા નથી અને ચાતુર્માસ દરમિયાન સાધુ સાધ્વીજી ભગવતો સ્થિર રહે છે અને ગુરુ દેવોની નિશ્રામાં શ્રાવક શ્રાવકો આરાધના કરતા હોય છે ત્યારબાદ ચાર માસ પછી કારતક શોધ પૂનમ ના દિવસથી યાત્રાનો પ્રારંભ થાય છે સોમવારે તારીખ 27 ના કાર્તિક શુદ્ધ પૂનમે વહેલી સવારે જય જય આદિનાથ ના નાદ સાથે શત્રુંજય ગિરિરાજ ની મહાયાત્રા નો વિધિવત રીતે પ્રારંભ થશે તેમ જ આ યાત્રાનું આ દિવસે વિશેષ મહત્વ રહેલું હોવાથી મોટી સંખ્યામાં યાત્રિકો પાલીતાણા પહોંચી ગિરિરાજની એ મહા યાત્રા કરી ધન્ય બનશે

વર્ષ દરમિયાન શત્રુંજય ગિરિરાજની ચાર મોટી યાત્રા થાય છે જેનું અલગ અલગ મહત્વ છે જે કારતક શુદ્ધ પૂનમ ચૈત્ર સુદ પૂનમ અષાઢ સુદ પૂનમ અને ફાગણ સુદ તેરસ એમ આ ચાર દિવસ યાત્રાના મોટા દિવસો ગણવામાં આવે છે જે ચાતુર્માસ દરમિયાન ચાર માસ યાત્રા બંધ રહે છે જે ચાર માસ બાદ કાર્તિક સુદ પૂનમના દિવસે યાત્રાનો આરંભ થાય છે જેથી આ દિવસે ગિરિરાજ યાત્રા કરી દાદાના દર્શનનો પહેલો દિવસ હોય છે અને આ દિવસથી સાથે દ્રાવિડ અને વારી ખીલ્લી અનશન કરી સો કરોડ મુનિઓ સાથે મોકસે ગયા રાજા અને તેના સૈનિકોની કથા જોડાયેલી છે તેથી આ એક દિવસનું યાત્રા કરવાનું અનેરૂપ મહત્વ ગણાય છે જેથી આ દિવસે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ સાથે સાધુ સાધ્વી અને ભગવતો શ્રાવક શ્રાવીકો હર્ષો ઉલ્લાસપૂર્વક ગિરિરાજની મહાયંત્ર કરી પૂર્ણાંકો બાંધે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.