Abtak Media Google News

ગાંધી બાપુની 150મી જન્મજયંતિ નિમિત્તે શહેરની ઓળખ સમાન સાબરમતી નદીને જીવતદાન મળવા જઈ રહ્યું છે. રાજ્યની સાબરમતી, તાપી અને મીંઢોળા નદીમાં વધી રહેલા પ્રદૂષણને કંટ્રોલ કરવા માટે નેશનલ રિવર કન્સર્વેશન પ્લાન હેઠળ ગુજરાતને સૌથી વધારે 1780 કરોડ રૂપિયાની રકમ ફાળવવામાં આવી છે. સપ્ટેમ્બર 2018ના રોજ નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે નદીઓમાં ઠલવાતા ઈન્ડસ્ટ્રીયલ કચરો અને ગટરના પાણીને લઈને ગુજરાત સરકારની ટીકા કરી હતી

Advertisement

દેશના 251 નદીઓના પટમાંથી રાજ્યની લગભગ 20 નદીઓના પટને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ની યાદીમાં પ્રદૂષિત તરીકે જાહેર કરાયા છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે ઠપકો આપ્યા બાદ બે મહિના પહેલા ગુજરાત રિવર રિજૂવેશન કમિટી બનાવવામાં આવી હતી. આ અંગેની માહિતી લોકસભામાં 26 જુલાઈએ સામે આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.