હેમંતના પરોઢે નીલ ગગનની શોભા અને ઉત્સાહ ઘેલા પંખીઓનો કલરવ શરીરમાં તાજગી ભરી દે !

મોટા શહેરોમાં શિયાળાની સવાર અન્ય ઋતુઓની સવારથી ખાસ જુદી પડતી નથી. ઋતુચક્રમાં શિયાળો સ્વાસ્થ્ય માટે સૌથી શ્રેષ્ઠ ગણાય છે: શિયાળો એ લગ્નની ખાસ મોસમ ગણાય છે: શિયાળાની સવાર શહેરીજનો સાથે ગ્રામ્યજનોમાં પણ નવી તાજગી અને સ્ફૂર્તિનો અનુભવ કરાવે

શિયાળામાં વિવિધ ફળો સાથે લીલાછમ શાકભાજીથી બજારો ઉભરાય છે: શિયાળામાં પોંક, ઓળો, અડદીયા અને કચરીયુ જેવી વસ્તુ ખાવાનો રિવાજ છે: શિયાળાની સુંદર સવાર માનવ જાતની તાજગી અને સ્ફૂર્તિનો સંદેશ આપે છે

આપણાં માનવ જીવન સાથે ખાદીકાળથી ઋતુઓ વણાયેલી છે. શિયાળા – ઉનાળો અને ચોમાસા જેવી ત્રણ ઋતુ ચાર માસના સમયે વર્ષને પુર્ણ બનાવે છે. ચોમાસાનો વરસાદ ખેડુત તેમજ માનવ જાત માટે પાણી પુરવઠો કરી આપે છે તો ઉનાળો ગરમી સાથે તેનો પ્રકોપ બતાવે છે. શિયાળો સૌથી નિરાળો એટલા માટે છે કે આ ઋતુ આપણાં આરોગ્ય સાથે જોડાયેલી છે. હેમંતના પરોઠની વાત જ નિહાળી છે. તાજગી અને ઉત્સાહનો સંદેશો એટલે આપણો શિયાળો આ દિવસોમાં સવારનાં પંખીઓનો કલરવ માનવ જીવનમાં તાજગી ભરી દે છે. વિદેશોમાં વિન્ટરનું ઋતુઓનું પણ અનેરુ મહત્વ છે.

વર્ષો પહેલાના આપણા જીવન કે જીવવાની સરળ શૈલીમાં ઋતુઓનું વિશેષ મહત્વ હતું. આજે પણ ગ્રામ્ય વિસ્તારોમાં તેની રહેણી કરણી અને જીવનશૈલીમાં ઋતુઓ હજી જોડાયેલી છે, પણ શહેરોમાં ભાગ દોડવાળી જીંદગીમાં હવે બધી જ ઋતુઓ મુજબ માણસ આદી થઇ જતાા તેના મહત્વને બહુ અસર કરતી નથી. મોટા શહેરોમાં શિયાળાની સવાર અન્ય ઋતુઓની સવારથી ખાસ જુદી પડતી નથી. શિયાળો શહીર તંદુરસ્તી માટે સૌથી શ્રેષ્ઠ ગણાય છે. આપણાં રિવાજો  અને પરંપરા મુજબ શિયાળો લગ્નની ખાસ મોસમ ગણાય છે. શિયાળાની સવાર શહેરીજનો કે ગ્રામ્યજનોમાં અનેરી તાજગી લાવે છે.

શિયાળામાં વિવિધ ફળો સાથે લીલાછમ શાકભાજીથી બજાર ઉભરાય જાય છે. આ ઋતુમાં પોંક, ઓળો, રોટલા, અડદીયા, કચરીયુ જેવી વિવિધ વસ્તુઓ ખાવાનો રિવાજ છે. ચિકી, જામફળ, બોર, જીંજરા જેવા વિવિધ ખાદ્ય સામગ્રી સાથે અંગ્રેજી નવલા વર્ષે પ્રારંભમાં આવતી મકર સંક્રાતિમાં શિયાળાની સવારની જ મોજ માણતા હોય છે. શિયાળાની સુંદર સવાર માનવ જાતને તનજગી અને સ્ફુર્તિનો સંદેશો આપે છે. હેમંતના પરોઠની શિતળતા, નયનરમ્યતા અને મદમસ્ત ઠંડી- ઠંડી પવનની તાજગી શરીરમાં અનેરો આનંદ લાવે છે.

શિયાળાની દરેક સવાર (વહેલી)નું વાતાવરણ આપણને બાર મહિના ચાલે તેટલી તાજગી આપે છે. શિયાળાની કાતિલ ઠંડીની મઘ્યરાત્રી તો સ્વેટર- ગોદડા જેવી સવલતોને પણ ટુંકી પાડી છે, આખુ વાતાવરણ એક બરફના ઘરમાં ફેરવાઇ જાય છે. સવારના સૂર્યના કિરણોનો મીઠો તડકો આપણને વિટામીન-ડી સાથે ગમતું વાતાવરણ આપે છે. શિયાળાની સવારે પ્રકૃતિ સોળે કલાકે ખીલી ઉઠી હોય ત્યારે ખુલ્લા વાતાવરણમાં ચાલવાની અનેરી રંગત- મોજ આવે છે.

વૃક્ષોના પાન અને ફૂલો પર ઝાકળ બિંદુઓ સૂર્ય પ્રકાશમાં ચમકતા મોતી જેવા લાગે છે. માળામાંથી મીઠો ટહુકો કરીને ત્યાંથી ઉડાન ભરતાં પક્ષીઓ મીઠો કલરવ કરીને હેમંતના પરોઠનું સ્વાગત કરે છે. આજે પણ ગામડામાં શિયાળીની વહેલી સવારથી જ ગ્રામજનો પોતાની કામગીરી શરુ કરે જેમાં વાડીએ બળદ લઇને જવું, ગાયને દોવાની ક્રિયા, દુધ વેચવા વાળા માલધારી સાથે નવા વૃઘ્ધો તાપણાં કરીને ગપ્પા મારતા જોવા મળે છે.

ભારતીય ઉપખંડની આબોહવા પ્રમાણે ની ત્રણ ઋતુઓમાં શિયાળો ઠંડીની ઋતુનો ગણાય છે. હિન્દુ ધર્મના પંચાગ વિક્રમ સંવત તેેમજ શક સંવત પ્રમાણે કારતક, માગશર, પોષ અને મહા એમ ચાર મહિના તેના ગણાય છે. શિયાળામાં દિવસ ટૂંકો અને રાત લાંબી જોવા મળે છે. શિયાળાની બે પેટા ઋતુઓમાં પાનખર અને વસંત આવે છે. આ ઋતુઓમાં દિવાળી, નવુ વર્ષ, મકર સંક્રાંતિ, દેવ દિવાળી અને વસંત પંચમી જેવા તહેવાર આવે છે. ગ્લોબલ વોમિંગને કારણે હવે તો ઋતુ ચક્રોમાં ફેરફાર થવા લાગ્યો છે ને શિયાળામાં પણ વરસાદ પડતો જોવા મળે છે.

શિયાળો લુચ્ચો ગણાય છે, તે લપાતો – છુપાતો તો કયારેક ઓચિંતી તરાપ મારીને આખુ ઠંડુગાર કરી મુકે છે. શિયાળાની રાતને કયારેય ઉતાવળ હોતી નથી. આજે ભણવામાં પણ શિયાળાની સવારનો નિબંધ અચુક પૂછવામાં આવે છે. શિયાળામાં મેથી, ગાજર, બીટ, પાલક, લસણ ખાવાથી આપણી રોગપ્રતિકારક શકિત વધે છે. તલ ખાવાથી શરીરમાં શકિત મળે છે. ખોરાકની દ્રષ્ટિએ શિયાળો મહત્વનો છે કારણ કે આપણે વધારે વસ્તુ ખાવાથી શરીરને ઉર્જા મળે છે. બ્રાહ્મ ગરમીને ઢાંકવા ગરમ વસ્ત્રો સાથે શરીરની આંતરીક ઠંડીને ગરમાહટ લાવવા બાજરી, બદામ, આદુ, મધ અને મગફળી જેવી વિવિધ વસ્તુઓ ખાવી જોઇએ.

શિયાળો આવતા કે ડબલ ઋતુ ઇફેકટસને કારણે શરદી, ઉઘરસ સાથે સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓ જોવા મળે છે. ચામડીને લગતી સમસ્યા પણ આ ઋતુઓમાં જોવા મળે છે, આ તમામ સમસ્યાથી બચવા માટે શિયાળામાં ખોરાક બાબતે વિશેષ-કાળજી લેવી પડે છે. ખોરાકથી રોગ પ્રતિકારક શકિત વધતા આપણે શિયાળાની ઠંડી સામે લડી શકીએ છીએ, દાડમ, ઘી, ખાટા ફળો, હળદર વાળુ દુધ, લીલા મરચા, ગોળ, મધ, જમીનની અંદર થતાં શાકભાજી, તુલશી પાણી વધુ પીવું, લીલા શાકભાજી, લસણ વિગેરેનું વિશેષ ઉપયોગ ખાદ્યમાં કરવો.

શિયાળામાં બિટ, દાડમ,  ગાજર, ટામેટા, નારંગી જેવા ફળો ખાવાથી હિમોગ્લોબીન શ્રેષ્ઠ બનતાં આપણી પ્રતિકારક શકિત વધી જાય છે. અને આખુ વર્ષ આપણે ઓછા માંદા પડીએ છીએ. આ ઋતુમાં દરેક ઘરમાં હેલ્ધી વસ્તુ ખાવાની મોસમ શરુ થઇ જાય છે. શરીરને ગરમ રાખવા વધુ એનર્જી (કેલરી) ની જરુર પડે છે માટે જે વારંવાર ભૂખ લાગે છે. ખાસ આવા સમયે ખજુર ખાવાથી તે ટોનિકનું કામ કરે છે.

શિયાળાની રાત જેટલી રૂપાળી છે, તેટલી જ ખંધી છે !!

શિયાળાની રાત લાંબી હોવાથી તેને ઉતાવળ જ હોતી નથી તેની રાત રૂપાણી છે પણ ખંધી છે. આપણે તેનાથી ડરીને ગોદડામાં લખાઇ જાય છીએ. પ્રાણીઓ પણ ખુણો ગોતીને ટુટીયાવાળીને ગાઢ નીંદ્રા માણે છે. પહેલા તો તાપણાં કરીને અડધી રાત સુધી સૌ ગપ્પા લગાવતા જે આજે સાવ વિસરાય ગયું છે. ઘરમાં હીટર લગાવીને નિરાંતે મીઠી નિંદર માણે છે. સવારે આ ઋતુમાં નાની મોટી કસરત કે ચાલવાની કસરત આરોગ્ય માટે અતિ ઉત્તમ ગણાય છે. કાંતિલ ફંડીની મઘ્ય રાત્રીએ દૂર દૂરથી આવતાં કુતરાનો અવાજ પણ આપણને સંભળાય તેટલી નિરવ શાંતિ હોય છે.

શરીરને ગરમ રાખવા વધુ એનર્જી (કેલરી) ની જરૂર પડે છે, એટલે જ વધુ ભૂખ લાગે છે !

શિયાળામાં દરેક ઘરમાં હેલ્થી ફુડ ખાવાની મોસમ શરુ થાય છે. આ ઋતુઓ બહારની ઠંડી બચવા ગરમ વસ્ત્રછથી આપણે રક્ષણ મેળવવીએ છીએ પણ શરીરની આંતરીક ઠંડી ને ગરમી લાવવા કે શરીરને ગરમ રાખવા વધુ એનર્જી (કેલરી) ની જરુર પડે છે. માટે જ આપણને વારંવાર ભૂખ લાગે છે ખાસ આવા સમયે ખજુર ટોકિનું કામ કરે છે.