Abtak Media Google News

તમામ શાળા-કોલેજોનાં વિર્દ્યાથીઓને યોગ ફરજીયાત સમગ્ર જિલ્લામાં ૫૦ સ્થળે સમૂહ યોગનું આયોજન

આગામી તા.૨૧ જૂનના રોજ રાજકોટ જિલ્લામાં ૫.૩૦ લાખ લોકો સમૂહ યોગ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરશે. જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, વિશ્વ યોગ દિવસ નીમીતે રાજકોટ જિલ્લાના તમામ તાલુકા મથકોએ સમૂહ યોગના કાર્યક્રમ યોજાશે અને કુલ મળી ૫૦ સ્થળોએ ૫.૩૦ લાખ લોકો સો મળી યોગા કરશે.

પ્રાપ્ત વિગતો મુજબ આગામી તા.૨૧ જૂનના રોજ વિશ્વ યોગ દિવસે રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા યોગ દિવસની ઉજવણી કરવા જુદા જુદા પાંચ સ્થળોએ સમૂહ યોગના કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા છે તો જિલ્લા કલેકટર તંત્ર દ્વારા ગ્રામ્યકક્ષાએ અલગ અલગ ૫૦ સ્થળોએ સમૂહ યોગ કરવા આયોજન ઘડી કઢાયું છે.

આ અંગે જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા તમામ તાલુકા મકોએ વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે સમૂહ યોગના કાર્યક્રમ ઘડી કઢાયા છે અને કુલ મળી ૫૦ સ્થળોએ લોકો સમૂહ યોગ કરશે.વધુમાં રાજકોટ જિલ્લાની તમામ પ્રામિક શાળાઓ, માધ્યમિક શાળાઓ અને કોલેજમાં વિર્દ્યાથીઓ માટે યોગ દિવસની ઉજવણી ફરજીયાત બનાવવામાં આવી છે અને વિશ્વ યોગ દિવસે કુલ મળી જિલ્લા કક્ષાએ ૫.૩૦ લાખ લોકો સમૂહ યોગ કરનાર હોવાનું જિલ્લા કલેકટરે અંતમાં જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.