Abtak Media Google News

માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા સાત વર્ષથી સદભાવના વૃધ્ધાશ્રમ ચલાવવામાં આવે છે. આ વૃધ્ધાશ્રમમાં નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના જરૂરીયાતવાળા વૃધ્ધોને, આદરભર દાખલ કરી તમામ સુવિધાઓ વિનામુલ્યે આપવામાં આવે છે. વૃધ્ધાશ્રમમાં દાખલ થતા જરૂરીયાતમંદ વૃધ્ધ વ્યકિતઓ પાસેથી કોઈપણ ફી, ચાર્જ કે લવાજમ લેવામાં આવતું નથી. તમામ સુવિધાઓ વડીલોને વિનામુલ્યે આપવામાં આવે છે.

ગુજરાતનાં સૌથી મોટા આ વૃધ્ધાશ્રમમાં હાલ 350 જેટલા માવતરો પોતાની પાછોતરી જીંદગીની ટાઢક લઈ રહયાં છે. તેમાંથી 120 વડીલો તો સાવ પથારીવશ (ડાઇપર વાળા) છે.

રાજકોટનાં પ્રખ્યાત ઉધોગપતિ અને રાજેશ ઍન્જિનિયરિંગ વર્કસનાં રાજેશભાઇ સખિયા (મો. 8000005201) તથા શ્રીમતી દીપાબેનનાં પુત્ર રવિના શુભ લગ્ન  હેતલબેન તથા મનીશભાઈ ગુણવંતભાઈ બોઘરાની સુપત્રી સાથેનાં પ્રસંગે એક નવતર પ્રયોગ અને સમાજને ઉતમ ઉદાહરણ પૂરું પાડતાં સખિયા પરિવાર દ્વારા સદભાવના વૃદ્ધાશ્રમને 2,51,000/- નું અનુદાન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ(સદભાવના વૃદ્ધાશ્રમ)નાં વિજયભાઇ ડોબરિયા તથા રાજેશભાઇ રૂપાપરા એ અનુદાન સ્વીકારી સખિયા પરિવારનો આ પ્રેરણાદાયી કાર્ય કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.