Abtak Media Google News

25 સપ્ટેમ્બરે પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતી નિમિતે વૃક્ષારોપણ: 8 મહાનગરોમાં રન ફોર ડેવલોપમેન્ટ અંતર્ગત ભવ્ય મેરાથોન દોડ

ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડો.પ્રશાંત કોરાટે પત્રકાર પરિષદ યોજી મોરચાના આગામી કાર્યક્રમ અંગે માહિતી આપી હતી.

Advertisement

ડો.પ્રશાંત કોરાટે જણાવ્યું કે, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી સાહેબનો 17 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે. વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી  દેશને આત્મનિર્ભર, એક ભારત શ્રેષ્ઠ ભારત, મેક ઇન ઇન્ડિયા, લોકલ ફોર વોકલ, એમ.એસ.એમ.ઇ સ્ટાર્ટઅપ જેવી યોજનાઓ થકી દેશને મહાસત્તા બનાવવા માટે નવી દિશા આપી છે ત્યારે રાષ્ટ્રીય યુવા મોરચા દ્વારા સેવા હી સંગઠનના માધ્યમ થકી  આગામી કાર્યક્રમો યોજાશે જેમાં 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર એમ 15 દિવસના સમય દરમિયાન ભારતીય જનતા યુવા મોરચા અંતર્ગત વિવિધ સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 17 સપ્ટેમ્બરના રોજ રકતદાન કેમ્પનું આયોજન સમગ્ર દેશભરમાં યોજાનાર છે. 25 સપ્ટેમ્બર પંડિત દિન દયાળ ઉપાધ્યાયજીના જન્મજંયતિ નિમિત્તે રાષ્ટ્રય યુવા મોરચાએ સમગ્ર દેશમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કર્યુ છે તેમજ 25 તારીખે ગુજરાત પ્રદેશ યુવા મોરચા દ્વારા રન ફોર ડેવલપમેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

કોરાટે વધુમાં જણાવ્યું કે, 17 સપ્ટેમ્બરના દિવસે રક્તદાન કેમ્પ થકી અનોખો ઇતિહાસ બનવા જઈ રહ્યો છે. જેમાં સમગ્ર દેશમાં એક સાથે રક્તદાન કેમ્ય યોજાશે, રક્તદાતાઓને ઓનલાઇન સર્ટીફિકેટ પણ આપવામાં આવશે. ગુજરાતમાં પણ દરેક મંડળમાં 100 જેટલા રક્તદાતા રજીસ્ટર થાય તેવા પ્રયાસ કરવામાં આવનાર છે તેમજ ગુજરાત રાજયમાં આવેલ તમામ બલ્ડ બેંક 17 તારીખે વિવિધ સ્થળોએ બલ્ડ કેમ્પ યોજશે. 25 સપ્ટેમ્બરના રોજ દરેક મંડળમાં 100 જેટલા વૃક્ષોરોપણ ફેંસિંગ સાથે કરવામાં આવશે તેમજ 25 સપ્ટેમ્બરની વહેલી સવારે રન ફોર ડેવલોપમેન્ટ કાર્યક્રમમાં 8 મહાનગરમાં ભવ્ય મેરોથોન દોડનું આયોજન કરવામાં આવશે. આ મેરોથોન દોડમાં વધુમાં વધુ યુવાનો ભાગ લે તે માટે યુવા મોરચા દ્વારા પ્રયાસ કરવામાં આવશે.

આ પત્રકાર પરિષદમાં પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી ઇસાનભાઇ સોની, યુવા મોરચા પ્રદેશ મીડિયા ક્ધવીનર  લીલાઘરભાઇ ખડકે,  ક્રુતિક ભટ્ટ,પ્રદેશ મીડિયા વિભાગના કાર્યાલય મંત્રી પાર્થભાઇ રાવલ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.