Abtak Media Google News

પુરુષાર્થ યુવક મંડળ દ્વારા દર્દીઓના લાર્ભો ‘રક્તદાન જીવનદાન અભિયાન’નો પ્રારંભ; કચ્છી ભાનુશાળી મહાજન ટ્રસ્ટ ઉપરાંત અનેક સંસઓ અભિયાનમાં જોડાઈ

પુરુષાર્થ યુવક મંડળ દ્વારા છેલ્લા ૩૪ વર્ષથી માનવ જીવન બચાવવાની અને માનવધર્મ બજાવવાની રક્તદાનની સેવાકિય પ્રવૃત્તિ અવિરત કરવામાં આવી રહી છે. રક્તદાતાઓના સાથ-સહયોગથી અત્યાર સુધીમાં અસંખ્ય રક્તદાન કેમ્પોના આયોજન દ્વારા લાખો સીસી રક્ત એકત્રીત કરી રાજકોટ સિવિલ  હોસ્પિટલ તા વિવિધ બ્લડ બેંકોને રક્ત પૂરું પાડી અનેક માનવ જીંદગી બચાવવામાં સંસ નિમિત બની છે.

Advertisement

અવિરત રક્તદાનની પ્રવૃત્તિ બદલ ૨૦૦૩ તા ૨૦૧૧માં ગુજરાત સરકાર દ્વારા ‘શેરદિલ એવોર્ડ’થી સંસથાને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સન્માનીત કરવામાં આવેલ.

સરકારી હોસ્પિટલના ગરીબ દર્દીઓ તા થેલેસેમીયા થી પીડિત બાળકોને વિનામુલ્યે લોહી મળી રહે તેવા ધ્યેયથી સિવિલ હોસ્પિટલમાં રોજનો એક વ્યક્તિ રક્તદાન કરે એવા ૩૬૫ વ્યક્તિઓનું ગ્રુપ  બનાવી ૩૬૫ દિવસ (આખુ વર્ષ) અવિરત રક્તદાન કરી માનવ જીવન બચાવવાનું ઉમદાકાર્ય થાય તે માટે અલગ અલગ ક્ષેત્રમાંથી રક્તદાતા ગ્રુપ બનાવી સિવિલ હોસ્પિટલના દર્દીઓને નિયમીત રક્ત મળતું રહે તેવા ધ્યેયી ‘રક્તદાન… જીવનદાન અભિયાન’ પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાના આશિર્વદ સાથે તથા ગુજરાત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસે તેમની શુભેચ્છા સો શરૂ કરવામાં આવી રહ્યું છે.

આ અભિયાનમાં કચ્છી ભાનુશાળી મહાજન ટ્રસ્ટ તા કચ્છી ભાનુશાળી યુવા ગ્રુપે તેઓના નવા વર્ષ અષાઢી બીજે ૩૬૫ યુવાનોને આખુ વર્ષ રક્તદાન કરવાનું સંકલ્પ કરેલ છે. આ ઉપરાંત પુરુષાર્થ યુવક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો, રોલપ્રેસ એસો.ના સભ્યો, સિલ્વર કારીગર એસો.ના સભ્યો, નગર પ્રામિક શિક્ષર સમિતિના શિક્ષકો, સગર સમાજના યુવાનો, સ્વનિર્ભર શાળા સંચાલક મંડલના શિક્ષકો આ અભિયાનમાં જોડાયા છે. આ ઉપરાંત વિવિધ સમાજ, સામાજીક સંસ, સરકારી કર્મચારી, મહાનગરપાલિકા કર્મચારી, પોલીસ કર્મચારી, યુવા ગ્રુપો, એસો., કંપની-ફેકટરીના કર્મચારીઓને પણ અપીલ કરવામાં આવી છે.

રક્તદાન… જીવનદાન… અભિયાનમાં જોડાવા ૨ સર્વે રક્તદાતા તથા સંસની પુરુર્ષા યુવક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની શુભેચ્છા સોના ‘રક્તદાતા… જીવનદાતા…’ સન્માનપત્ર દ્વારા સન્માનીત કરવામાં આવશે.

વિશેષ માહિતી માટે સંસના પ્રમુખ કિશોરભાઈ રાઠોડ (મો.૯૮૨૪૨ ૯૧૬૯૬)નો સંપર્ક કરો. અભિયાનને સફળ બનાવવા પુરુર્ષા યુવક મંડળની સર્વે કારોબારી જહેમત ઉઠાવી રહી છે.

અભિયાનમાં વધુમાં વધુ લોકો જોડાઈ તે માટે કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, ચંદુભાઈ પરમાર, મહેશભાઈ ટોપીયા, હરેશભાઈ પરમાર, પરેશભાઈ સોલંકી, વાલજીભાઈ નંદા, રામજીભાઈ દામા, અનિલભાઈ તળાવીયા, મેહુલભાઈ પરળવા, પ્રતાપભાઈ વગર વગેરેએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.