Abtak Media Google News
  • રાજકોટ બેઠક માટે પ્રતાપભાઈ કોટકની નિયુકતી

ભાજપની રાષ્ટ્રીય પરિષદમાં ગુજરાતની લોકસભાની 26 બેઠકોમાંથી એક એક સિનિયર નેતાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગઈકાલે પ્રદેશ ભાજપ દ્વારા આ 26 નામોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં રાજકોટ લોકસભા બેઠકોમાંથી પક્ષના સિનિયર નેતા-રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ પ્રતાપભાઈ કોટકનો  સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત કચ્છ બેઠકમાંથી પ્રવિણસિંહ વાઢેર, બનાસકાંઠા બેઠકમાંથી મેરૂજી ડુંક (ઠાકોર), પાટણ બેઠકમાંથી રાજુભાઈ ટાકર, મહેસાણા બેઠકમાંથી કેશુભાઈ પટેલ,સાબરાકાંઠા બેઠકમાંથી ભરતસિંહ રહેવર, ગાંધીનગર બેઠકમાંથી રાજેશકુમાર પટેલ, અમદાવાદ પુર્વ લોકસભા બેઠકમાંથી શૈલેષભાઈ પટેલ, અમદાવાદ પશ્ર્ચિમ બેઠકમાંથી મહેશભાઈ ઠકકર, સુરેન્દ્રનગર બેઠકમાંથી ભરતભાઈ ડેલીવાળા, રાજકોટ બેઠકમાંથી પ્રતાપભાઈ કોટક, પોરબંદર બેઠકમાંથી કિરીટભાઈ મોઢવાડીયા, જામનગર બેઠકમાંથી મનોજભાઈ ચાવડીયાને નેશનલ કાઉન્સીલમાં સ્થાન આપવામાં આવ્યું છે.

Screenshot 6 6

જૂનાગઢ લોકસભા બેઠકમાંથી ભરતભાઈ વડાલીયા, અમરેલી બેઠકમાંથી દિનેશભાઈ પોપટ, ભાવનગર બેઠકમાંથી ગિરિશભાઈ શાહ, આણંદ બેઠકમાંથી સુભાષભાઈ બારોટ, ખેડા બેઠકમાંથી વિનુભાઈ પટેલ, પંચમંહાલ બેઠકમાંથી મુળજીભાઈ રાણા, દાહોદ બેઠકમાંથી નરસિંહભાઈ પરમાર, વડોદરા બેઠકમાંથી ઘનશ્યામભાઈ દલાલ, છોટાઉદેપુર બેઠકમાંથી તર્જુભાઈ રાઠવા,ભરૂચ બેઠકમાંથી સુરેશભાઈ પટેલ, બારડોલી બેઠકમાંથી હર્ષદભાઈ ચૌધરી, સુરત બેઠકમાંથી કનુભાઈ માવાણી, નવસારી બેઠકમાંથી કનકભા, બારોટ અને વલસાડ બેઠકમાંથી પ્રવિણભાઈ પટેલનો સમાવેશ રાષ્ટ્રીય પરિષદમાં કરવામાં આવ્યો છે. આગામી 17 અને 18 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય પરિષદની બેઠક મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.