Abtak Media Google News

વનપ્લસ 5 આ સાલ ના જુન મહિના માં લોન્ચ કરવામાં આવ્યો હતો. એમેઝોન ઇન્ડિયા, ઓનલાઈન વનપ્લસ સ્ટોર પર ઉપલબ્ધ કરવામાં આવ્યો હતો. પણ આ સ્માર્ટ ફોન મંગળવાર થી દેશભર ના ક્રોમા માં ખરીદવા માટે ઉપલબ્ધ છે. જે ગ્રાહક વનપ્લસ 5 ઓનલાઈન ખરીદવા ઈચ્છુક છે તેને દિલ્લી અને બેંગ્લોર માં આવેલો વનપ્લસ એક્ષપિરિઅન્સ સ્ટોર માં થી ખરીદી શકે છે અને ઓનલાઈન ખરીદવા માટે આ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

વનપ્લસ ક્રોમા સ્ટોર માં ઉપલબ્ધ હોવાનું તેના તેના સોશ્યલ મીડિયા પેજ પર જણાવ્યું છે. કંપની આ ભાગેદારી ના મોકા પર વનપ્લસ ખરીદનારા ગ્રાહકો ને ગીફ્ટ માં બુલેટ વી2 ઈયરફોન અને વનપ્લસ ફ્લીપ કવર પણ આપે છે. આના સિવાય કંપની એ પણ કહ્યું છે કે જેની પાસે પેલાથી વનપ્લસ સ્માર્ટફોન છે તેવા ગ્રાહકો ક્રોમા સ્ટોર પર થી વનપ્લસ ફ્લીપ કવર મેળવી શકે છે. અને લક્કી ડ્રો અને ઇનામ જીતવા નો પણ મોકો છે.

આવું પેલી વાર બન્યું છે કે આ કંપની એ પોતાના સ્માર્ટફોન નું ઓફલાઈન વેચાણ કરવા કોઈ રીટેલ આઉટલેટ ની સાથે સમજદારી દાખવી છે.

વનપ્લસ 5 સ્માર્ટફોન મીડનાઈટ બ્લેક, અને સ્લેટ ગ્રે, અને સોફ્ટ ગોલ્ડ કલર વેરીઅંટ થી મળતો છે. ફોન માં ડ્યુલ કેમેરા, ક્લાસકોમ સ્નેપડ્રેગન 835 પ્રોસેસર છે. ભારત માં વનપ્લસ 5 ની 6જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ ની કીમત 32,999 રૂપિયા છે. અને 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ ની કીમત 37,999 રૂપિયા છે.

વનપ્લસ 5 માં 5.5 ઇંચ full HD સ્ક્રીન, ઓક્ષિજન OS સ્ક્રીન ની સાથે એન્ડ્રોઈડ 7.1.1 નુગા ઓપરેટીંગ સિસ્ટમ દેવા માં આવ્યું છે. સ્માર્ટફોન ના રીયર પર ૧૬ મેગપિક્ષેલ અને 20 મેગપિક્ષેલ ના 2 સેંસર છે, જયારે ફ્રન્ટ કેમેરા 16 મેગપિક્ષેલ નો છે. બેટરી ની વાત કરી તો વનપ્લસ 5 માં ૩૩૦૦ એમઈએચ બેટરી છે જે ક્વિક ચર્ગીંગ માટે દેશ ચાર્જ સપોર્ટ સાથે આપવામાં આવ્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.