Abtak Media Google News

આજના આધુનિક યુગમાં સ્ત્રી અને પુરુષને એક સમાન ગણવામાં આવે છે. કોઈ પણ ક્ષેત્રમાં સ્ત્રીને પુરુષ સમાન ગણવામાં આવે છે પરંતુ સાઉથ આફ્રિકામાં ફકત પુરુષોને જ એક કરતાં વધુ લગ્ન કરવાનો આધિકાર આપવામાં આવતો હતો પરંતુ હવે મહિલાઓને પણ વધુ લગ્ન કરવાની છૂટ આપી દેવામાં આવી છે પહેલા આ આધિકાર ફક્ત પુરુષોને જ આપવામાં આવતો હતો પરંતુ હવે ઈચ્છે તેટલા લગ્ન કરી શકશે.

Advertisement

તેમને સમાન દરજ્જો મળતા જ વિરોધ શરૂ થયો.

અગાઉ ફક્ત પુરુષોને બહુવિધ લગ્ન કરવાની છૂટ હતી. જલ્દીથી મહિલાઓ છૂટ આપવામા આવી એટ્લે વિરોધ શરૂ થયો. લીડર કેનેથ મેસોના જણાવ્યા મુજબ આ કાયદો દેશ અને સમાજને બરબાદ કરવા માટે બનાવવામાં આવ્યો છે. તો ત્યાં પ્રોફેસર કોલિસ માચોકોએ આ નિર્ણયને સમર્થન આપ્યું અને કહ્યું કે જો પુરુષોને આઝાદી મળી શકે તો મહિલાઓને કેમ નહીં.

કયા શહેરમાં આવું થાય છે

ઝિમ્બાબ્વેમાં પણ મહિલાઓ અનેક લગ્નો કરે છે. ઘણા કારણોસર, પતિઓ પોતાની પત્નીના લગ્ન બીજા વ્યક્તિ સાથે કરાવે છે. આમાં કેટલાક લગ્ન કરનાર વ્યક્તિ પાસેથી પૈસા લે છે. તેથી કેટલાક તેમની પત્નીને ખુશ રાખી શકતા નથી એટલા માટે બીજા લગ્ન કરે છે તો કેટલાક લોકો સંતાન ન હોય તો પણ બીજા લગ્ન કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.