Abtak Media Google News

જૂનાગઢની નરસિંહ મહેતા યુનિ. માંગરોળની બીઆરએસ કોલેજના ઉપક્રમે યોજાયેલા વેબિનારમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતનું સંબોધન

ખેડૂતો સ્વાવલંબી આત્મનિર્ભર બનવા ઝીરો બજેટ ખેતી અપનાવે: સુભાષ પાલેકર

રાસાયણિક ખાતર અને જંતુનાશકોના ઝેરથી મુકત પ્રાકૃતિક કૃષિથી જ પર્યાવરણની ખરા અર્થમાં સુરક્ષ થશે તેમ રાજયપાલ આચાર્ય દેવવ્રતે જણાવાયું હતું.

Advertisement

ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતે વિશ્ર્વ પર્યાવરણ દિને સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ અપનાવી પર્યાવરણ રક્ષા માટે પ્રતિબઘ્ધ બનવા ખેડુતોને અનુરોધ કર્યો હતો. તેમણે રાસાયણિક ખાતર અને જંતુનાશકોના ઝેરથી મુકત એવી સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિથી જ પર્યાવરણની ખરા અર્થમાં સુરક્ષા થશે.

જુનાગઢ સ્થિત ભકત કવિ ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને માંગરોળની શારદાગ્રામ સંસ્થાની બી.આર.એસ. કોલેજના સંયુકત ઉપક્રમે ડિજિટલ પ્લેટફોર્મ મદદથી યોજાયેલા વેબિનારને સંબોધન કરતા રાજયપાલે જણાવ્યું હતું કે કોરોના મહામારીના સંકટથી લોકોને આત્મમંથન કરવાની તક મળી છે. જયારે જયારે માનવજાત મહામારીનો ભોગ બની છે તયારે તેની પાછળ પ્રકૃતિ સાથે કરાયેલી છેડછાડ કારણભૂત હોય છે.

માનવીનું સમગ્ર જીવન પૃથ્વી, આકાશ, અગ્નિ જળ અને વાયુ એવા પંચતત્વોથી પ્રભાવિત છે ત્યારે આ તત્વોનું સંતુલન બગડે છે ત્યારે માનવ જીવન મુશ્કેલીમાં મૂકાય છે કોરોનાને કારણે એ વાત સિઘ્ધ થઇ છે તે સંક્રમણ સામે ટકી શકે છે કે જેની રોગપ્રતિકારક શકિત મજબુત છે. તે વાત દોહરાવતા રાજયપાલે ઉમેર્યુ કે રાસાયણિક ખાતરોથી અને જંતુનાશકોના ઝેરથી યુકત રાસાયણિક ખેતીથી ઉત્પન્ન થતાં અનાજથી કેન્સર, ડાયાબીટીસ જેવા અસાઘ્ય રોગની શકયતા વધે છે. જયારે પ્રાકૃતિક કૃષિથી ઉત્પન્ન થતા ખાદ્યાન્નથી માનવીનું સ્વાસ્થય જળવાય છે. રોગપ્રતિકારક શકિત વધે છે.

વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સ્વદેશી અભિયાન દ્વારા સાર્થક કરી શકાશે તેવું દ્રઢ પણે જણાવતા રાજયપાલે સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિને અપનાવી મહાત્મા ગૌધીજી, સરદાર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આત્મનિર્ભર ભારત અને સ્વદેશીની ભાવનાને મૂર્તિમંત કરવા ખેડુતોને અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે પદ્મશ્રી સુભાષ પાલેકરજીએ વેબસાઇટના માઘ્યમથી ખેડુતોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, સ્વાવલંબી અને આત્મનિર્ભર બનવા માટે ખેડુતો ઝીરો બજેટ ધરાવતી સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ અપનાવે, તેમણે કોરોના સંક્રમણના આ કપરા કાળમાં સ્વાસ્થય રક્ષક ખેતી પઘ્ધતિ તરીકે પ્રાકૃતિક ખેતીની ગણાવતા ઉમેર્યુ હતું કે પ્રાકૃતિક ખેતી અને દેશી બીજનો વિકાસ અને સરળ બજાર પઘ્ધતિથી ખેડુતોની આવક બમણી કરવાના વડાપ્રધાનના સપનાને સાકાર કરી શકાશે. તેમણે ખેડુતો પોતે જ ખેત ઉત્પાદનોમાં વેલ્યુ એડીશન અપનાવે તેવો અનુરોધ પણ કર્યો હતો.

કાર્યક્રમની શ‚આતમાંભકતકવિનરસિંહમહેતાયુનિવર્સિટી, જુનાગઢના કુલપતિ ડો. ચેતન ત્રિવેદીએ યુનિવર્સિટીની સાફલ્યગાથા ગર્ણવી હતી. તેમણે કોરોના સંકટ સમયે રિટર્ન ટુ નેચર ના સિઘ્ધાંતને અપનાવવા સૌને અનુરોધ કર્યો હતો. જયારે શારદાગ્રામ માંગરોળની બી.આર. એસ. કોલેજના આચાર્ય ડો. આઇ.જી. પુરોહિતે કોલેજ દ્વારા પ્રાકૃતિક કૃષિના પ્રસાર માટે કરાયેલા પ્રયાસોની માહિતી આપી હતી. આ વેબિનારમાં સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ અપનાવનારા કિસાનો, પ્રગતિશીલ ખેડુતો પણ જોડાયા હતા. વેબિનારને અંતે સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ અભિયાનના ગુજરાતના સંયોજક પ્રફુલભાઇ સેન્જલિયાએ આભાર વિધી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.