Abtak Media Google News

સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવના યુવક-યુવતીઓ રમવા ઉમટી પડશે.

ખેલૈયાઓને ભેટની હારમાળા વડે નવાજવામાં આવશે.

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સુત્રાપાડા તાલુકાની અગ્રગણ્ય જાહેર ખબર એજન્સી ડી.કે.ગ્રુપ દ્વારા વેલકમ નવરાત્રીનું તા.૯/૧૦/૨૦૧૮ને મંગળવારે ગુજરાતની અસ્મિતા તથા સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરતી ઓપન સૌરાષ્ટ્ર કચ્છ દીવ દાંડીયા તાલીરાસ હરીફાઈનું આયોજન કરેલ છે. ૨૫ વર્ષોથી સુપ્રસિઘ્ધ સોમનાથ મહાદેવના જોડીયા વેરાવળ શહેરમાં યોજાતી આ અનોખી સ્પર્ધામાં સૌરાષ્ટ્ર કચ્છ દિવસના ખેલૈયાઓને પોતાનું કૌશલ્ય કૌવત બતાવવાની તક મળે છે.

નવરાત્રી શરૂ થાય ત્યારે માં નવદુર્ગાની શ્રદ્ધા, આરાધના, આસ્થા સાથે યોજાતા દાંડીયા તાલીરાસમાં યુવકો, યુવતીઓ, બાળકોને પોતાની સર્વોપરીતા સ્થાપિત કરવા માટે અનોખી તક આપવામાં આવે છે. સમગ્ર ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ યાદગાર સંભારણું બની રહે તે માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવેલી છે. અદભુત સમન્વય સાથે અદભુત વાતાવરણમાં ઘુમતા સૌરાષ્ટ્ર કચ્છ દિવના ખેલૈયાઓને જોવા દર્શકો આંખનો પલકારો મારવાનું ચુકી જાય તેવો અનેરો માહોલ સર્જાશે.

લોહાણા બોર્ડીંગના વિશાળ પટાંગણ જયેશ ભીખુભાઈ અખીયા કલાવૃંદ દ્વારા દસ હજાર વોટસ અલ્ટ્રા સાઉન્ડ સીસ્ટમ કારપેટ, ફલોરીંગ અનેક મહાનુભાવોની હાજરીમાં દાંડીયા તાલી રાસ યોજાશે ત્યારે ખેલૈયાઓનું વિજળીક હલન ચલન દર્શકોને પોતાની જગ્યા પર જકડી રાખશે. વર્ષોથી આ ભવ્ય કાર્યક્રમ યોજાતો રહે છે તેનાથી પણ અનેક ગણી વ્યવસ્થા સાથે કાર્યક્રમ યોજાશે.

પૂર્વ અને પશ્ર્ચિમની સંસ્કૃતિના દાંડીયા તાલીરાસની હરીફાઈમાં ખેલૈયાઓ રંગબેરંગી વેશભુષા સાથે ઉપર પડશે. આ મસ્તીભર્યા માહોલ ખેલૈયાઓ તેમજ દર્શકો માટે એક યાદગાર સંભારણું બની રહેશે. આ કાર્યક્રમ દર વર્ષે અતિ લોકપ્રિય બનતો જાય છે. હરીફાઈમાં સ્પર્ધકોને આકર્ષક ભેટ સોગાદોની હારમાળા વડે નવાજવામાં આવે છે. અતિ ભવ્ય દાંડીયા તાલીરાસ હરીફાઈમાં સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ દિવના ખેલૈયાઓ આ સ્પર્ધામાં ભાગ લેવા સંકેત કકકડ મો.૯૩૨૮૩ ૩૩૩૧૩, માધવ કકકડ મો.૭૮૭૮૨ ૭૮૭૮૯ ઉપર સંપર્ક સાધવા એક યાદીમાં જણાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.