Abtak Media Google News

થલસેના ભરતી માટે લેખિત કસોટી માટે એડમીટ કાર્ડ મેળવેલ ઉમેદવારો માટે 15 દિવસીય તાલીમ વર્ગ યોજાશે

જૂનાગઢ જિલ્લાના ખમીરવંતા યુવાનોને સંરક્ષણ દળમાં કારકિર્દી ઘડતરની ઉજ્જવળ તક મળી રહે તેવા હેતુસર ઓક્ટોબર-2022 માં રાજકોટ ખાતે યોજાયેલ થલસેના ભરતી રેલી અંતર્ગત લેખિત કસોટી માટે એડમીટ કાર્ડ મેળવેલ તમામ ટ્રેડના ઉમેદવારોને લેખિત કસોટીની અસરકારક અને સઘન પૂર્વ તૈયારી થઈ શકે તેવા હેતુસર 15 દિવસીય તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં લેખિત કસોટીની પરીક્ષા પધ્ધતિ અને અભ્યાસક્રમ મુજબ વિષય તજજ્ઞો દ્વારા માહિતી અને માર્ગદર્શન તેમજ સંદર્ભ સાહિત્ય આપવામાં આવશે.

Advertisement

તાલીમ વર્ગમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ રોજગાર કચેરી ખાતેના નામ નોંધણી કાર્ડની નકલ અને થલસેના ભરતી કાર્યાલય દ્વારા મેળવેલ એડમીટ કાર્ડની નકલ કચેરીના વોટ્સએપ નંબર 0285-2620139 પર કે ઈ-મેલ- dee-jungujarat. gov.inમારફત અથવા રૂબરૂમાં તા. 17/12/2022 સુધીમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી-જૂનાગઢ ખાતે મોકલી આપવાના રહેશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી-જૂનાગઢના કોલ સેન્ટર નંબર 6357390390 મારફત સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારી પ્રશાંત ત્રિવેદીની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.