Abtak Media Google News

વૈંકેયા નાયડુના બદલે રાજયસભાના ડેપ્યુટી ચેરમેન હરિવંશ કરશે રાજયસભાનું સંચાલન

ત્રિપલ તલાક બીલ લોકસભામાં પસાર થઈ ચૂકયું છે અને અનેક વખત રાજયસભામાં તેનો વિરોધ પણ કરવામાં આવ્યો છે ત્યારે આજે પણ ત્રિપલ તલાક બીલ રાજયસભામાં રજૂ કરવામાં આવશે ત્યારે જોવાનું એ રહ્યું કે, શું ત્રિપલ તલાક બીલ રાજયસભામાંથી પસાર થશે કે કેમ, કારણ કે એઆઈએડીએમકે તથા ડીએમકે રાજયસભામાં વિરોધી તરીકે ત્રિપલ તલાક બીલનો રાજયસભામાં વિરોધ દર્શાવશે.

સંસદમાં રાજનૈતિક ધમાશાણના કારણે સત્તા અને વિપક્ષ બન્ને આ બીલને લઈ પૂર્ણરૂપથી તૈયાર છે. આ વિધાયકમાં એક સાથે ત્રણ વાર તલાક બોલનાર વ્યક્તિને ત્રણ વર્ષની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે. જેને લઈ વિપક્ષી દળોની માંગ છે કે, રાજયસભામાં આ બીલને રજૂ કરવા પૂર્વે સેલેટ કમીટીને આ બીલ રજૂ કરવું જોઈએ. ભાજપના સાંસદ વિજય ગોયેલે રાજયસભામાં ત્રિપલ તલાક બીલને પસાર કરવા તમામ દળોનો સંપર્ક સાધ્યો હતો ત્યારે કોંગ્રેસ અને ભાજપના સાંસદોને વીપ જાહેર કરી સદનમાં હાજર રહેવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. અન્ય દળોએ પણ સાંસદોને ભરોસો અપાવતા જણાવ્યું હતું કે, આજના દિવસે સદનમાં તેઓ હાજર રહેશે અને બીલને પસાર કરવા માટે પ્રયત્ન પણ કરશે. ટીડીપી દ્વારા પણ વીપ જાહેર કરવામાં આવ્યું છે.

કોંગ્રેસ પક્ષે આ મુદ્દાને લઈ ચર્ચા કરવા માટે તમામ સાંસદોની મીટીંગ પણ બોલાવાઈ છે. માત્ર મહત્વનો મુદ્દો એ છે કે તમામ દળોના સાંસદો એકજૂટ રહી અને ૧૦૦ ટકા સદનમાં હાજરી આપે. સંસદ સત્ર પૂર્વે કોંગ્રેસ પક્ષ પોતાના સાંસદોને એકજૂટ કરી રણનીતિ બનાવવામાં લાગી જશે. જેના માટે તેઓ રણનીતિ બનાવવા રાજયસભામાં વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદની ચેમ્બરમાં આવી રણનીતિ ઘડશે કે બીલને કઈ રીતે પસાર ન થવા દેવું.

વાત કરીએ તો રાજયસભામાં મોદી સરકારની બહુમત નથી ત્યારે વિપક્ષી દળોએ આ વિધાયક એટલે કે, બીલને સેલેટ કમીટીને રજૂ કરવાની માંગ પર અડગ રહ્યાં છે. એટલે વાત સામે આવી રહી છે કે, રાજયસભામાં બીલ પસાર થવાના સમયે ખૂબજ મોટો ધમાશાણનો માહોલ સર્જાશે. સેલેકટ કમીટીને વિધાયક રજૂ કરવાની માંગ સાથે તમામ વિપક્ષો એકજૂટ થઈ ભાજપ સરકાર પર તીખા પ્રહારો કરશે. જેને લઈ સીનીયર વિપક્ષી લીડરે જણાવ્યું હતું કે, વિપક્ષી દળ એકજૂથ થઈ અને ત્રિપલ તલાક બીલને લઈ રણનીતિ તૈયાર કરશે અને એક એ પણ માંગણી કરશે કે રાજયસભા પહેલા ત્રિપલ તલાક બીલ સેલેકટ કમીટીને સુપ્રત કરાઈ અને ત્યારબાદ સાંસદ રાજયસભામાં તેને પ્રસ્તુત કરવામાં આવે.

રાજયસભામાં ચેરપર્સન તરીકે વૈંકેયા નાયડુના બદલે હરિવંશ સદનનું સંચાલન કરશે. કહેવાઈ રહ્યું છે કે, રાજયસભામાં આ બીલ વૈંકેયા નાયડુની ગેરમોજુદગીમાં કરવામાં આવશે જેથી રાજયસભાના ડેપ્યુટી ચેરમેન હરિવંશ ત્રિપલ તલાકની કાર્યવાહીનું સંચાલન કરશે. કોંગ્રેસનું માનવું છે કે, મુસ્લિમ મહિલા માટે ત્રિપલ તલાક બીલ ૨૦૧૮માં પસાર નહીં થવા દે.

રાજયસભામાં રણનીતિ બાબતે પુછતા રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, ભાજપ પક્ષની ત્રિપલ તલાક બીલને લઈ શું રણનીતિ છે. પરંતુ ઉમીદ દાખવતા તેઓએ કહ્યું હતું કે, તમામ દળો આ બાબતે સમજૂતી કરી રાજનૈતિક વિરોધ ન નોંધાવે અને રાજયસભામાં ત્રિપલ તલાક બીલને પસાર કરવા માટે મદદ કરે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, વિપક્ષોએ સમજવું જોઈએ કે ત્રિપલ તલાક બીલ મુસ્લિમ પીડિતાઓને ન્યાય આપવા માટે બનાવવામાં આવ્યું છે અને આ બીલને વોટ બેંકની નજરથી ના જોવું જોઈએ. લોકસભામાં ખૂબજ ધમાસાણ બાદ પ્રત્યેક વકતાએ માન્યું હતું કે, ત્રિપલ તલાક જે રીતિ છે તે ખોટી છે પરંતુ વિપક્ષીઓ તેને અપરાધ નહીં માની રહ્યાં. આ મુદ્દો ખુબજ વિચિત્ર લાગી રહ્યો છે જેને લઈ તમામ પક્ષોએ એકજૂટ થઈ ત્રિપલ તલાક બીલને પસાર કરવા માટે સરકારને મદદ કરવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.