Abtak Media Google News

દામનગર શહેરની એસ બી આઈ બેંકની કરન્સી ના સ્થળાંતર સામે વિરોધ આર બી આઈ નો અન્યાયી નિર્ણય પરત ખેંચો ની માંગ બુલંદ બની દામનગર શહેરની સમયાંતરે અનેક સેવાઓનું સ્થળાંતર થતું આવ્યું છે તિજોરી પાણી પુરવઠા બોર્ડ ની કચેરી ડેપ્યુટી ઓફ પોલીસ તાલુકો સહિત જ્યૂડી કોર્ટ ની સુવિધા ગુમાવી રહેલ દામનગર શહેરને વધુ એક અન્યાય કેમ? દામનગર શહેરની એસ બી આઈ બેંક ની કરન્સી નું સ્થળાંતર આગામી તા૩૧/૧૨ના રોજ કરતા મિલ જિન ભડિયા હીરા ઉદ્યોગ એ પી એમ સી જી.આઈ ડી.સી સહિત ના ઇન્ડસ્ટ્રીસ્ટ નો ભારે વિરોધ દામનગર શહેરની કરન્સીનું સ્થળાંતર થતા અનેકો ને રોજગારી આપતા યુનિટો અને ઉદ્યોગો ધીમે ધીમે ભાગી જશે દામનગર શહેરના ચેમ્બર ઓફ કોમર્સ વાણિજ્ય બજાર ઉપર ગંભીર અસર કરતા આવા અન્યાયી નિર્ણય નો સર્વત્ર વિરોધ કરતા અનેકો અગ્રણીનો આર બી આઈ ના આ નિર્ણય થી નારાજગી જોવા મળી હતી. એસ બી આઈ બેંક કરન્સી ના સ્થળાંતર સામે ચિતા વ્યક્ત કરતા સ્થાનિક અગ્રણી હરજીભાઈ નારોલા ભારતીય કિસાન સંધના દેવરાજભાઈ ઇસામલિયાના સહિતના અગ્રણી ઓ દામનગર જી આઈ ડી સી ખાતે એકત્રિત થયા અને આર બી આઈ ના નિર્ણય થી ઉદભવતી સમસ્યા અને દામનગર નો વિકાસ રોજગારી પર થનાર અસરો થી રિજિયોનલ બ્રાન્ચ ને મળી ને વાકેફ કરાશે તેમ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.