Abtak Media Google News

દામનગર શહેર ના ગારીયાધાર રોડ પર આવેલ બગીચો બનાવવા ના કામે થયેલ ભ્રષ્ટાચાર અંગે નિવૃત બેંક કર્મચારી દેવચંદભાઈ આલગિયા એ માંગેલ તપાસ ના અંતે નગરપાલિકાના પૂર્વપ્રમુખ ભીમજીભાઈ રણછોડભાઈ વાવડીયા ની વ્યક્તિગત જવાબદારી નક્કી કરી નાણાં પરત ભરવા પ્રાદેશિક કમિશનર ભાવનગર દ્વારા આદેશ કરાયો છે.

દામનગર નગર પાલિકા દ્વારા વર્ષ ૨૦૧૪-૧૫ સ્વર્ણિમ જ્યંતી મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ શહેર ના ગારીયાધાર રોડ પર નક્કી થયેલ સ્થળ થી અલગ જમીન ઉપર બગીચો બનાવી ગેરીરીતી આચરી હતી નગરપાલિકા એ બગીચા ના તાંત્રિક અને વહીવટી મંજૂરી રૂપિયા ૪૯.૯૮.૦૦૦ મળેલ તે પેકી ૪૩.૪૪.૬૪૭ પાલિકા ના પૂર્વ પ્રમુખે નગરપાલિકા ઈજનેર તેમજ કલ્સન્ટીગ એજન્સી અને કોન્ટ્રાકટર દ્વારા કામો એમ.બી કરતા ઓછા કરેલ આઈટમ કરતા એક્સ્ટ્રા કામ દર્શાવી ખોટા ખર્ચ ના બિલો બનાવી નાણાં ચૂકવી આપેલ તે અંગે નિષ્ણાંત ઇજનેરો એ તપાસ કરી તપાસ માં મોટા પ્રમાણ માં ગેરીરીતિ જેવી કે પાયા ની પહોળાઈ ઊંડાઈ માં ભારે તફાવત કબીગ વોલ ઉપર (કોપીગ) પ્લેન સી.સી લોખંડ વગર કામ જણાયેલ ૪૦ એમ એમ સાઈડ ક્રસડસ્ટોન મેટલ વાપરવા સ્પલાઇગ કશડ સ્ટોન રેન્ડમ માપો સ્ટોન સ્પ્રેડિગ જગ્યા એ અન્ય વસ્તુ વાપરી સ્પેસિફિકેશન કામ નહીં કરાયું હોવા નું તપાસ દરમ્યાન ધ્યાને આવતા એક્સ્ટ્રા કામો વગર મંજૂરી કરી નાણાં ચૂકવી દેવા માં આવ્યા હોવા ની જવાબદારી પૂર્વ પ્રમુખ ની નક્કી કરી તેમાં ૨૨.૯૭૫૬૬ ભીમજી રણછોડ વાવડીયા એ ભરવા ના અને સ્થાનિક અધિકારી પાલિકા ઈજનેર કોન્ટ્રાકટર કલ્સન્ટિક એજન્સી ટી પી આઈ સહિત જવાબદાર કર્મચારી સ્ટાફ ની જવાબદારી નક્કી કરી રકમ ૨૦.૪૭૦૮૫ ની એમ કુલ  નાણાં ૪૩.૪૪૬૪૭ ની રકમ ભરવા પાત્ર થતી હોવા નું પ્રાદેશિક કમિશનર ભાવનગર ની કચેરી એ હુકમ કરતા પાલિકા ના ભ્રષ્ટ તંત્ર માં ચિંતા પ્રસરી ગઈ ટોક ઓફ ધી ટાઉન બગીચા પ્રકરણ માં નાણાંકીય ઉચાપત કરી આચરેલ કૌભાંડ માં તટસ્થ તપાસ કરી ખોટું કરનાર પૂર્વ પ્રમુખ સહિત ના તંત્ર માં હડકંપ મચી જવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.