Abtak Media Google News

અનિલભાઇ દેસાઇ, અર્જુનભાઇ પટેલ સહિતના સિનિયર જુનિયર એડવોકેટ રહ્યા ઉપસ્થિત: રાજકોટ ખાતે સ્ટેટ કમિશનની સર્કિટ બેન્ચ કાર્યરત થાય તેવા પ્રયત્ન કરાશે

રાજકોટમાં છેલ્લા 24 વર્ષથી સમગ્ર  જિલ્લાની અસંખ્ય ગ્રાહક ફરિયાદોનો અસરકારક અને ન્યાયિક નિકાલ કરતા રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન ખાતે પ્રેક્ટિસ કરતા એડવોકેટ્સના ક્ધઝ્યુમર લો પ્રેક્ટિસનર્સ એસોસિએશનની વિધિવત સ્થાપના કરવામાં આવી છે. આ અંગે વિગત આપતા એસોસીએશનના પ્રમુખ ધીરેન્દ્ર વસાવડા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આશરે છ માસથી એડવોકેટ ગજેન્દ્રભાઈ જાની વગેરે સાથેના વિચારવિમર્શ પછી એસોસિએશનની વિધિવત રચના કરવાના ભાગ રૂપે વકીલમિત્રો સાથે વિચાર ગોષ્ઠી બાદ 08/ 10 /2022 શનિવારના રોજ સાંજે 7 વાગ્યે કાલાવડ રોડ સ્થિત રંગોલી પાર્ક રેસ્ટોરન્ટ ખાતે ક્ધઝ્યુમર લો પ્રેક્ટિસનર્સ એસોસિએશનનો સ્થાપના સમારોહ યોજવામાં આવ્યો હતો. તેઓએ વિશેષમાં જણાવ્યું હતું કે એસોસિએશનનો મુખ્ય હેતુ રાજકોટ ખાતે સ્ટેટ કમિશનની સર્કિટ બેન્ચ કાર્યરત થાય તે માટેનો રહેશે.

આ સમરોહમાં પ્રમુખ જજ પી. સી. રાવલ, સભ્યો કોકીલાબેન સચદેવ, એમ. એસ. ભટ્ટ, ગુજરાત પ્રદેશ લીગલ સેલ સહ સંયોજક અને વરિષ્ઠ ધારાશાસ્ત્રી અનિલભાઈ દેસાઈ,  રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ અર્જુનભાઈ પટેલ, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કો- ઓપ્ટ મેમ્બર સંજયભાઈ વ્યાસ, લેબર બારના સિનિયર ધારાશાસ્ત્રી અને અગ્રણી ગિરીશભાઈ ભટ્ટ, ક્લેઈમ બારના પ્રમુખ અજયભાઈ જોષી, સિનિયર ધારાશાસ્ત્રીઓ નરેશભાઈ સિનરોજા, જે જે ત્રિવેદી, પી. આર. દેસાઈ, કે. એલ. વ્યાસ, વી. પી. દોશી, અશ્વિનભાઈ પોપટ, વી. એમ. જોષી, શૈલેન્દ્રસિંહ જાડેજા સહિત બહોળી સંખ્યામાં સિનિયર જુનિયર એડવોકેટ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Screenshot 7

આ તકે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન રાજકોટના પ્રમુખ જજ પી. સી. રાવલ દ્વારા એસોસિએશનની સ્થાપનાના આ કાર્યને બિરદાવવામાં આવેલ, તેમજ સામુહિક હિત ખાતર અને રાજકોટ ખાતે સ્ટેટ કમિશનની સર્કિટ બેન્ચ કાર્યરત થાય તે માટે જિલ્લા કમિશન સદાય એસોસિએશનને સહકાર તથા માર્ગદર્શન આપશે.

પ્રાસંગિક ઉદ્બોધન કરતા ગુજરાત પ્રદેશ લીગલ સેલ સહ સંયોજક  અનિલભાઈ દેસાઈ દ્વારા ગજેન્દ્રભાઈ જાની તથા ધીરેન્દ્રભાઈ વસાવડાના સંગઠનાત્મક અભિગમની સરાહના કરતા જણાવવામા આવેલ હતું કે આજના સમયમાં સામુહિક હિત અને વિકાસ કેળવવા માટે મક્કમ મનોબળની સાથોસાથ સંગઠીત ટીમ અનિવાર્ય છે. રાજકોટ ખાતે સ્ટેટ કમિશનની સર્કીટ બેન્ચ કાર્યરત થાય તે માટે જે કક્ષાએ રજૂઆત કરવાની થતી હશે તે તમામ સ્તરે સદાય સાથ સહકાર માર્ગદર્શન આપશે.

રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ અર્જુનભાઈ પટેલ દ્વારા ક્ધઝ્યુમર બારની સમગ્ર ટીમને અનેકાનેક શુભકામનાઓ પાઠવવાની સાથોસાથ  રાજકોટ બાર સદાય ક્ધઝ્યુમર બારની પડખે રહેશે, તેવી ખાતરી આપી હતી. આ તકે પી. સી. રાવલ, અનિલભાઈ દેસાઈ, અર્જુનભાઈ પટેલ તથા પ્રમુખ વસાવડાના હસ્તે એસોસિએશનના લોગોનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એડવોકેટ કૌશિક પોપટ, કે. એલ. વ્યાસ તથા નરેશભાઈ સિનરોજા દ્વારા કરાઓકે સિસ્ટમના માધ્યમથી સુંદર, કર્ણપ્રિય ગીત સંગીતની રજૂઆત કરવામાં આવી હતી.કાર્યક્રમ અંતે એસોસિએશનના સેક્રેટરી સુનીલ પોપટે આભાર દર્શન કર્યું હતું.

કન્ઝ્યુમર લો પ્રેક્ટિસનર્સ એસો.ના હોદ્દેદારોની ટીમ

કન્ઝ્યુમર લો પ્રેક્ટિસનર્સ વકીલોની યોજાયેલી બેઠકમાં એકસૂત્રતાપૂર્વક 3 ડાઇમેન્શન મેનેજમેન્ટ સીસ્ટમ અંતર્ગત એસોસિએશનની મેનેજિંગ, વર્કિંગ અને એડવાઈઝરી કમિટીઓની રચના કરવામાં આવી હતી. જેમા ક્ધઝ્યુમર લો પ્રેક્ટિસનર્સ એસો.માં ધીરેન્દ્ર વસાવડા પ્રમુખ,  ગજેન્દ્ર જાની ઉપ પ્રમુખ, સુનીલ પોપટ સેક્રેટરી, જતીન યાજ્ઞિક જોઈન્ટ સેક્રેટરી, સુનીલ વાઢેર ટ્રેઝરર, વી. ડી. મહેતા જોઈન્ટ ટ્રેઝરર તરીકે ઉત્તરદાયિત્વ સંભાળશે. વર્કિંગ કમિટીમાં કૈલાશ જાની, નયનેશ ઠક્કર, એસ. કે. મોરી, નિલેશ પટેલ, પ્રતિક વ્યાસ, નેહાબેન પારેખ તથા ખ્યાતિબેન વ્યાસ અને એડવાઈઝરી કમિટીમાં એચ. સી. સાયાણી, જે. જે. ત્રિવેદી અને પી. આર. દેસાઈને નિયુક્ત કરાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.