Abtak Media Google News

વિશ્વમાં સૌથી પ્રસિઘ્ધ રમત ફુટબોલ છે ભારત અને અનય ૧૦-૧૨ દેશોમાં ક્રિકેટનું મહત્વ વધુ છે પરંતુ ફુટબોલ વિશ્ર્વમાં સૌથી વધુ દેશો રમે છે. રાજકોટ સીટી પોલીસ દ્વારા સતત આઠ વર્ષ ફુટબોલ ક્ષેત્રે ગુજરાતની ફુટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની રાહબારી હેઠળ રાજકોટ સીટી પોલીસઅને પરાક્રમસિંહ જાડેજા, મેનેજીંગ ડીરેકટર જયોતિ સી.એન.સી. અને સુરક્ષા સેતુ અંતર્ગત સતત ૮મીવખત રાજકોટ સીટી પોલીસ અને જયોતિ સી.એન.સી. ડે એન્ડ નાઇટ ફુટબોલ ચેીેન્જ કપ-૨૦૧૯ ટુર્નામેન્ટ તા. ૨૨ ના રોજથી રેસકોર્ષ ફુટબોલ ગ્રાઉન્ડ ખાતે શરુ થનાર છે. અને જેમાં રાજયભર,માંથી કુલ ૩ર ટીમો ભાગ લેશે. જેમાં અમદાવાદ, આણંદ, બરોડા, નવસારી, ગોધરા, પાટણ, પાલનપુર, ભરુચ, ગાંધીનગર, જામનગર, જુનાગઢ, ભાવનગર, બોટાદ, સુ.નગર, કચ્છ, મીઠાપુર, અમરેલી અને રાજકોટ  શહેરની ટીમો (એ.જી. ઓફીસ, વાય.સી.સી.એ, વાયસીસીએફ-સી, સાગર માતા, બંગાળ એફ.સી. રેલવે અને એકસ ઇલેવન: સીટી પોલીસ રાજકોટ) ની ટીમો ભાગ લેશે. આ ટુર્નામેન્ટ ૨૦૧૨ થી શરુ કરેલ છે. આ ટુર્નામેન્ટમાં સુરતની રાજદીપ બોઇલર બે વખત ચેમ્પીયન થયેલ છે. તેમજ અમદાવાદની રીઝર્વ બેન્ક બે વખત ચેમ્પીયન થયેલ છે. અને અમદાવાદની સેન્ટ જોસેફ, એ.જી. ઓફીસ રાજકોટ અનેજુનાગઢ એફ.સી. ઇલેવન ગઇસાલે ચેમ્પીયન થયુેલ હતી. તા. ૩૦-૬ના રોજ આ ટુર્નામેન્ટની ફાયનલ મેચ યોજાશે. આ મેચનું ઉદધાટન તા. ૨૨-૬ ના સાંજના કલાક ૬ વાગ્યે મુખ્ય અતિથિ વિશેષ મેયર બીનાબેન આચાર્ય, ભારતીય જનતા પાર્ટીના સ્ટેટ લીડર નીતીનભાઇ ભારાદ્વાજ તથા ભારતીય જનતા પાર્ટી રાજકોટ શહેરના પ્રમુખ કમલેશભાઇ મીરાણી  ના વરદહસ્તે થનાર છે. આ ઉપરાંત ફુટબોલ એશો.ના હોદેદાર તેમજ રાજકોટ શહેરની જુદી જુદી સંસ્થા તથા શાળા કોલેજના વિઘાર્થીઓ રાજકોટ શહેરમાં ચાલતા રમત ગમત કેમ્પના ખેલાડીઓ હાજર રહેશે. આ ટુર્નામેન્ટમાં પુર્ણાહુતિ કાર્યક્રમમાં ગુજરાત રાજયના માનન્ય મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીહાજર રહી ખેલાડીઓનો જુસો વધારશે અને ખેલાડીઓના પ્રોત્સાહનમાં માટે ઇનામ વિતરણ કાર્યક્રમ તેઓના વરદહસ્તે કરશે.

આ ટુર્નામેન્ટમાં વિજેતા થનાર ટીમને ચેમ્પીયન ટ્રોફી તથા રોડક રૂા ૫૧ હજાર નું ઇનામ આપવામાં આવશે. બેસ્ટ પ્લેયર ને ઇનામ રૂા બે હજાર તથા ટ્રોફી આપવામાં આવશે. તેમજ પરાજીત થનાર ટીમ (રર્નસ અપ ટીમ)ને રોકડ રૂા પાંત્રીસ હજાર તથા ટ્રોફી આપવામાં આવશે. તથા ત્રીજા અને ચોથા સ્થાને રહેનાર ટીમને રૂા પાંચ હજાર નું રોકડ ઇનામ આપવામાં આવશે. દરેક મેચમાં શેશા ઓઇલ તરફથી ઇનામો આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.