Abtak Media Google News

રમત-ગમત અધિકારીની કચેરી દ્વારા ઉ.જ.ઘ.  સ્કૂલ ગેઇમ્સનું આયોજન બાલભવન ખાતે કરવામાં આવેલ હતું. તેમાં અન્ડર-૧૪ કુસ્તી સ્પર્ધા રાખવામાં  આવેલ હતી. જેમાં પી.વી. મોદી સ્કૂલના ધો-૮માં અભ્યાસ કરતાં ટોળીયા જયે ૪૧ કિલોમાં પ્રથમ સ્થાન, ધો.-૭માં અભ્યાસ કરતાં રાઠોડ દેવે ૬૮ કિલોમાં દ્વિતીય સ્થાન, ધો.-૮માંથી કરંગીયા વ્રજે ૩૫ કિલોમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ હતું.

તેમાં ટોળીયા જયની રાજ્યકક્ષાએ રમવા જવાની પસંદગી થઇ હતી. દરેક વિદ્યાર્થીઓને સ્પર્ધાની તૈયારી શાળાના વ્યાયામ શિક્ષક સંદિપભાઇ અનડકટ અને રાકેશભાઇ લાખાણીએ કરાવી હતી. દરેક વિદ્યાર્થીઓની સફળતાને બિરદાવતા શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ડો.આર.પી. મોદીસર, પ્રિન્સિપાલ તથા શાળા પરિવારે શુભેચ્છા પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.