Abtak Media Google News

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. કમિન્સે પ્લેઇંગ-11માં પાંચ ફેરફાર કર્યા છે. મિચેલ સ્ટાર્ક અને ગ્લેન મેક્સવેલની વાપસી થઈ છે. જ્યારે તનવીર સંઘા વનડેમાં ડેબ્યૂ કરી રહ્યો છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પણ પ્લેઈંગ-11માં કેટલાય ફેરફાર કર્યા છે. આજે રોહિત શર્મા, કુલદીપ યાદવ, વિરાટ કોહલીનું ટીમમાં પુનરાગમન થયુ છે. વળી, શુભમન, શાર્દુલ, અશ્વિન અને ઈશાનને આરામ આપવામાં આવ્યો છે. અશ્વિનની જગ્યાએ વોશિંગ્ટન સુંદર ઓફ સ્પિનરની ભૂમિકા ભજવશે. ઈશાન કિશન વાયરલ ફિવરથી પીડિત છે.

આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની સીરીઝની અંતિમ વનડે મેચ રમાઇ રહી છે, રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે આજે ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ રમાશે. આજે બપોરે 1:30 વાગે મેચ શરૂ થઇ હતી.. દર વખત કરતા આ વખતે ખૂબ જ લોકોની પાંખી હાજરી જોવા મળી રહી છે. સ્ટેડિયમની અંદર અને સ્ટેડિયમની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આજે અહીં જૂનાગઢના એક બાપા પરંપરાગત ડ્રેસ પહેરીને મેચ જોવા પહોંચ્યા છે. આહીર સમાજનો ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને બાપા ખંઢેરી સ્ટેડિયમની બહાર લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જૂનાગઢના બાપાએ કહ્યું કે ભારતની ટીમ ચોક્કસ જીતશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ આજે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલાં બેટિંગ લીધી છે. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ માર્શ અને સ્ટીવ સ્મિથ ક્રિઝ પર છે. 20 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયાએ એક વિકેટ ગુમાવી 148 રન બનાવી લીધા છે. રાજકોટની પીચ સ્વર્ગ સમાન હોય જંગી સ્કોર થાય તેવી પુરી શક્યતા છે. હાલ તો ભારતના બોલરો પર કાંગારું બેટ્સમેન હાવી થયા છે.

બેટીંગ પેરેડાઇઝ વિકેટ પર ઓસ્ટ્રેલીયાના સુકાની પેટ કમીન્સના ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાના નિર્ણય બાદ કાંગારૂ બેટરોની સટ્ટાસટી

ચોગ્ગા-છગ્ગાની આતશબાજી: ક્રિકેટના રાજકુમારોને મોજ પડી ગઇ

મિચેલ માર્શે પોતાના વન-ડે કરિયરની 17મી ફિફ્ટી ફટકારી છે. તો સ્મિથે વન-ડેમાં 5000 રન પૂરા કર્યા છે. પ્રસિદ્ધ ક્રિષ્નાએ ટીમ ઈન્ડિયાને પહેલી સફળતા અપાવતા ડેવિડ વોર્નરને આઉટ કર્યો હતો. વોર્નર 56 રને આઉટ થયો હતો. ઓપનર ડેવિડ વોર્નરે તેની વનડે કારકિર્દીની 31મી ફિફ્ટી ફટકારી હતી. તેણે પોતાની અડધી સદી છગ્ગા સાથે પૂરી કરી હતી. તે 34 બોલમાં 56 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 164.71ના સ્ટ્રાઈક રેટથી 6 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 34 બોલમાં 56 રન બનાવ્યા હતા.

ટોસ જીતીને બેટિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયન ટીમને ઓપનર ડેવિડ વોર્નર અને મિચેલ માર્શે વિસ્ફોટક શરૂઆત અપાવી હતી. ટીમે 49 બોલમાં 78 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. આ ભાગીદારી પ્રસિદ્ધ ક્રિષ્નાએ વોર્નરને આઉટ કરીને તોડી હતી. 17 ઓવર પછી ઓસ્ટ્રેલિયાએ એક વિકેટ ગુમાવીને 131 રન બનાવી લીધા છે. હાલમાં મિશેલ માર્શ 45 બોલમાં 50 રન અને સ્ટીવ સ્મિથ 23 બોલમાં 25 રન બનાવીને રમી રહ્યો છે. બંને વચ્ચે અત્યાર સુધી 53 રનની ભાગીદારી થઈ છે. સ્ટીવે વનડેમાં 5000 રન પણ પૂરા કર્યા છે. આ સાથે જ માર્શની વનડેમાં આ 17મી અડધી સદી હતી. વોર્નર 34 બોલમાં 56 રનની તોફાની ઇનિંગ રમીને આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયાને પહેલો ફટકો 78ના સ્કોર પર લાગ્યો હતો.

બેટીંગ પેરેડાઇઝ ગણાતી ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમની પીચ પર ઓસ્ટ્રેલિયાના સુકાની પેટ કમિન્સે ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેને ટીમના બેટરોએ યથાર્થ સાબિત કર્યો હતો. ઓપનર ડેવિડ વોર્નર અને મિચેલ માર્શે ભારતીય બોલરોની જબરદસ્ત ધોલાઇ કરી હતી. વોર્નર માત્ર 34 બોલમાં 56 રન બનાવ્યા હતા. જો કે મેચની આઠમી ઓવરમાં તે પ્રસિધ્ધ ક્રિષ્નાનો શિકાર બન્યો હતો ત્યારબાદ મિચેલ માર્શ સાથે દાવમાં જોડાયેલા સ્ટીવન સ્મીથે પણ આક્રમક બેટીંગ કરવાનું જારી રાખ્યું હતું. વન ડે મેચમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો ટી-20 સ્ટાઇલથી બેટીંગ કરી રહ્યા છે. માત્ર 22 ઓવરમાં જ એક વિકેટના ભોગે 164 રન બનાવી લીધા હોય આજે ખંઢેરીની વિકેટ પર સૌથી વધુ સ્કોર બનવાનો રેકોર્ડ બને તેવી સંભાવના જણાઇ રહી છે. સપાટ વિકેટ પર ચોગ્ગા-છગ્ગાની આતશબાજીથી ક્રિકેટના રાજકુમારોને જલસા પડી ગયા હતા.

ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ણ.

ઓસ્ટ્રેલિયા ટીમ

મિશેલ માર્શ, ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, એલેક્સ કેરી (વિકેટકીપર), ગ્લેન મેક્સવેલ, કેમેરૂન ગ્રીન, પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, તનવીર સાંધા, જોશ હેઝલવુડ.

રોહિત સાથે કે.એલ.રાહુલ ઓપનિંગ કરશે

રોહિત શર્મા સાથે લોકેશ રાહુલ ઓપનિંગની જવાબદારી સંભાળતો જોવા મળશે. વિરાટ કોહલી ત્રીજા નંબર પર રમશે. અય્યર ચોથા નંબરે, કેએલ રાહુલ પાંચમા નંબરે અને સૂર્યકુમાર યાદવ છઠ્ઠા નંબર પર બેટિંગ કરતા જોવા મળશે. રવીન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરને પ્લેઈંગ 11માં સામેલ કરવામાં આવ્યા છે. વળી, શુભમન, શાર્દુલ, અશ્વિન અને ઈશાનને આરામ આપવામાં આવ્યો છે. અશ્વિનની જગ્યાએ વોશિંગ્ટન સુંદર ઓફ સ્પિનરની ભૂમિકા ભજવશે. ઈશાન કિશન વાયરલ ફિવરથી પીડિત છે.

ઈશાન કિશન બીમાર, સૌરાષ્ટ્રના 4 પ્લેયર્સ ટીમ સાથે રહયા

ઈશાન કિશન બિમારીના કારણે ત્રીજી વન-ડે માટે ઉપલબ્ધ નથી. વધુમાં, સૌરાષ્ટ્રના ચાર ખેલાડીઓ (ધર્મેન્દ્ર જાડેજા, પ્રેરક માંકડ, વિશ્વરાજ જાડેજા અને હાર્વિક દેસાઈ) સમગ્ર મેચ દરમિયાન ડ્રિંક અને ફિલ્ડિંગ માટે ટીમની સાથે રહયા હતા.

વર્લ્ડકપમાં ભારત-ઓસ્ટ્રલિયા પોતાના પ્રથમ લીગ મેચમાં સામસામે ટકરાશે

રાજકોટમાં સાત મહિના બાદ ફરી જામશે ક્રિકેટનો જંગ કારણ કે ફરી એક વખત રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે શ્રેણીની ત્રીજી અને અંતિમ ફાઇનલ મેચ યોજાવા જઇ રહી છે. આ પછી વર્લ્ડકપની શરૂઆત થશે એટલે કે વર્લ્ડ કપ પહેલાની આ ફાઇનલ મેચ બન્ને ખેલાડીઓ માટે અતિ મહત્વપૂર્ણ સાબિત થશે. ટિમ ઇન્ડિયા છેલ્લા ઘણા સમયથી વર્લ્ડકપ માટેની ટિમ બેલેન્સ કરવા મથામણ કરી રહી છે.ત્યરે આજની મેચ બન્ને ટિમો માટે ખુબ જ મત્ત્વપુર્ણ છે કેમ કે વર્લ્ડકપનો પ્રારંભ થવા જઈ રહ્યો છે જેમાં ભારત અને ઓસ્ટ્રેલિયા બને ટિમ પોતાના પ્રથમ લીગ મેચમાં સામસામે ટકરાવાની છે.આજની મેચમાં ભારતીય ખેલાડીઓ વાઇટવોશ કરવા માટે મેદાન ઉપર ઊતરશે તો ઓસ્ટ્રેલિયન ટીમ પણ વાઇટવોશથી બચવા માટે ઊતરશે.

45 ગ્રાઉન્ડ સ્ટાફની અથાગ મહેનત રંગ લાવી

આજે રાજકોટમાં ભારત – ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર શ્રેણીનો  અંતિમ મેચ માટે ખંઢેરી સ્થિત ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. આ મેદાન તૈયાર કરવા પાછળ ગ્રાઉન્ડમેન મનસુખભાઇ અને તેમની ટીમના 45 સભ્યોની મહેનત છે. જેમાં 25 પુરૂષ અને 20 મહિલાનો સમાવેશ થાય છે. ગ્રાઉન્ડ લીલુંછમ્મ , યોગ્ય પિચ અંને  આઉટ ફિલ્ડ સારી બને તે માટે તા. 18 સપ્ટેમ્બરથી જ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. 10 દિવસની કામગીરી દરમિયાન વચ્ચે વચ્ચે છુટો છવાયો વરસાદ વરસ્યો હતો. પરંતુ પીચ સહિત ગ્રાઉન્ડને કોઈ ક્ષતિ ન પહોંચે તે માટે સતત મહેનત કરવામાં આવી હતી. આ તકે ગ્રાઉન્ડમેને જણાવ્યું હતું કે,  10 દિવસની કઠિન મહેનત બાદ અમારી પરીક્ષા તો આજે લેવાશે. વરસાદની નહિવત સંભાવના વચ્ચે અમારો તમામ ગ્રાઉન્ડ સ્ટાફ આ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.