Abtak Media Google News

અમદાવાદમાં ૨૦૦૦ લોકો સામે રાયોટિંગનો ગુનો દાખલ: ભારે તંગદિલીનો માહોલ: પહ્માવત આવતીકાલે રિલીઝ થવાની છે ત્યારે પરિસ્થિતિ વધુ વકરે તેવી દેહશત

પદ્માવત ફિલ્મને લઈ સમગ્ર ગુજરાત રાજયમાં ભારેલો અગ્નિ જેવી સ્થિતિ છે. ફિલ્મના વિરોધ‚પે અમદાવાદમાં મંગળવારે રાત્રે મલ્ટીપ્લેક્ષ, વેપારીઓના અનેક સ્થળો પર પથ્થરમારા, આગચાંપી, વાહનોની તોડફોડથી ચારે તરફ અરાજકતાનો માહોલ સર્જાયો હતો. અંધાધૂંધી ફેલાઈ હતી.

ફિલ્મ ‘પદ્માવત’ ના વિરોધમાં અમદાવાદના સેટેલાઈટ વિસ્તાર, ઈસ્કોન ચાર રસ્તા, એસ.જી.હાઈવે ચકકાજામ કરાયો હતો. ગુલમહોર પાર્ક ચાર રસ્તા પર પણ આ જ સ્થિતિ હતી. ચકકાજામ કર્યા બાદ ટોળાએ જોકસ કિચન, મિર્ચ મસાલા રેસ્ટોરન્ટ પર પથ્થરમારો કર્યો હતો. ત્યારબાદ મોડેથી પદ્માવત ફિલ્મના વિરોધીઓએ એકોપોલી મોલ પાસે પડેલા લગભગ ૫૦ જેટલા વાહનો સળગાવ્યા હતા.

ત્યારબાદ તેમણે અમદાવાદના આલ્ફા વન મોલ પર પહોંચી બેફામ-બેરોકટોક તોડફોડ કરી હતી. આ તમામ ઘટનાક્રમમાં ૫૦ થી વધુ વાહનોને આગ લગાડાઈ હતી અને આશરે એટલા જ ચાર ચક્રી (કાર વિગેરે) વાહનોમાં ભારે તોડફોડ કરાઈ હતી. આ સિવાય રાજયમાં સુરત અને બરોડા સહિત ગુજરાતના વિવિધ સ્થળોએ ફિલ્મ ‘પદ્માવત’ના વિરોધમાં અંધાધૂંધી ફેલાઈ હતી. સુરતમાં રેલવે ટ્રેક પર ટાયર સળગાવીને ફેંકાયા હતા. રેલવે ટ્રેક અને ફાટક પાસે પદ્માવતના વિરોધીઓએ ટાયરો સળગાવી મુકયા હતા. ટ્રેન ચાલકનું સમયસર ધ્યાન જતા ઈમરજન્સી બ્રેક મારી ટ્રેન થોભાવાઈ હતી.

અમદાવાદની ઘટનાના વડોદરામાં પડઘા ન પડે તેની તકેદારીના ભાગ‚પે મંગળવારે રાતથી શહેરના મોલ અને મલ્ટીપ્લેકસ ખાતે સુરક્ષા વધારી દેવામાં આવી હતી. વધારાના પોલીસ પોઈન્ટ મુકવામાં આવ્યા હતા અને ચુસ્ત પેટ્રોલીંગ શ‚ કરવામાં આવ્યું હતું. આ તમામ ઘટનાઓમાં સ્વાભાવિક રીતે જ સામાન્ય લોકો બેહાલની સ્થિતિમાં મુકાઈ ગયા હતા.

આતવીકાલે ગુરુવારે તારીખ ૨૫મી જાન્યુઆરીએ ફિલ્મ પદ્માવત દેશ-દુનિયામાં રીલીઝ થઈ રહી છે ત્યારે તેની સામેનો વિરોધ સતત વકરતો જાય છે. ગઈકાલે પદ્માવતી દીપિકા પડુકોને મુંબઈના શ્રી સિદ્ધિ વિનાયક મંદિરમાં જઈને પ્રાર્થના કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.