Abtak Media Google News

યોજના અંતર્ગત ૫૩૩ બાળકોના વાલીઓને રૂ. ૧૦૯.૮૯ લાખની સહાય ચુકવાઇ

બાળકના ઉજજવળ અને સૃુંદર  ભવિષ્ય માટે રાજય સરકાર દ્વારા અનેક લોકોપયોગી યોજનાઓ અમલી છે. જેમાની એક યોજના એટલે પાલક માતા-પિતા યોજના સમાજમાં જે બાળકના વાલી મૃત્યુ પામ્યા હોય, પિતાનું અવસાન થયેલ હોય અથવા માતાએ પુન:લગ્ન કર્યા હોય તેવા બાળકો શ્રેષ્ઠ જીવન જીવી શકે તે માટે ૦ થી ૧૮ વર્ષની વયજુથના બાળકોના પાલક માતા-પિતાને માસિક રૂ. ૩ હજારની સહાય ચકુવવામાં આવે છે.રાજકોટ જીલ્લામાં વર્ષ ૨૦૨૦-૨૧ માં સપ્ટેમ્બર માસ અંતિત ૫૩૩ બાળકોના પાલક માતા-પિતા આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે. જે અન્વયે એપ્રિલ થી સપ્ટેમ્બર માસ સુધીમાં આ પ૩૩ લાભાર્થીઓ ડી.બી.ટી. માફરત રૂ. ૧૦૯.૮૯ લાખની સહાય ચુકવવામાં આવી છે તેમજ વર્ષ ૨૦૨૦-૨૧ માં  ૪૬ નવી અરજીઓ મઁજુર કરવામાં આવે છે અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૯-૨૦૨૦માં ૧૪ર બાળકોને પાલક માતા-પિતા યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.