Abtak Media Google News

બે ભાઈ સહિત છ શખ્સો સામે નોંધાતો ગુનો

પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી ગામે સસલાના શિકાર કરવાની ના પાડતા બે ભાઈ સહિત છ શખ્સોએ બે યુવાન ઉપર પાઈપ વડે હુમલો કર્યાની પાલીતાણા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જયારે ઘવાયેલા બે યુવકને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડી નાશી છૂટેલા શખ્સોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પાલીતાણા નજીક નાની રાજસ્થળી ગામે રહેતા રવિભાઈ અરવિંદભાઈ વાઘેલા નામના યુવાને ગામનો મુકેશ બચુ મકવાણા, સાતાના નેસનો રામકુભાઈ રાવળદેવ, રાજસ્થળીનો બુધેશ મનજી મકવાણા, નાનજી જીણા મકવાણા, સંજય ચકા મકવાણા અને તેનો ભાઈ હકા ચકા મકવાણાએ શિકાર કરવાની ના પાડતા બે યુવાનને પાઈપ વડે મારમાર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ટીનાભાઈ ભીખાભાઈ વાઘેલાએ મુકેશ મકવાણા અને રામકુભાઈ રાવળદેવને સીમમાં સસલાનો શિકાર કરવાની ના પાડતા જે ખાર રાખી ટીનાભાઈ અને કાળુભાઈને ઉપરોકત બે ભાઈ સહિત છ શખ્સોએ પાઈપ વડે હુમલો કરતા લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવની જાણ તાલુકા પોલીસ મથકનો સ્ટાફ દોડી જઈ રવિભાઈ વાઘેલાની ફરિયાદ પરથી છ શખ્સો સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.