Abtak Media Google News

વિશ્વમાં અત્યારે ગ્લોબલ વોર્મિંગ અને ખાસ કરીને પર્યાવરણમાં આવી રહેલા જોખમકારક બદલાવોને અનિવાર્ય બન્યા છે ત્યારે વિકાસની આંધળી દોડમાં વાતાવરણમાં છોડવામાં આવતા કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ ગમે તે ભોગે કાબૂમાં લેવું અનિવાર્ય બન્યું છે

સમગ્ર વિશ્વને સૌપ્રથમવાર પેરિસ ખાતે યોજાયેલી ગ્લોબલ  સમિટમાં નરેન્દ્રભાઈ મોદીએ તમામ રાષ્ટ્રોને પોતાના આ મંડળમાં કોઈપણ સંજોગોમાં 1.5 સેલ્સિયસ તાપમાનમાં ઘટાડો કરવા માટે જવાબદારી ઉપાડવાનું આહવાન કર્યું હતું વડાપ્રધાનના આ સમગ્ર વિશ્વએ સ્વીકાર્ય બનાવ્યું હતું અને પરંપરાગત ઊર્જાના સ્ત્રોતો માં ઘટાડો કરીને વીજળીના ઉત્પાદન માટે સૂર્ય ઊર્જા પવન ઊર્જા તેવા વૈકલ્પિક ઊર્જાસ્રોતો અપનાવવા સહમત થયા હતા હવે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન અટકાવવું આવશ્યક બન્યું છે

ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંચામૃત જેવા પાયાના સૂત્રોમાં 2030 સુધીમાં ભારત પોતે  ઉર્જા ની ક્ષમતા 500 ગીગા વોટ સુધી પહોંચાડવાનો સંકલ્પબદ્ધ કર્યો છે 2030માં દેશના કુલ ઉર્જા 50 ટકા જરૂરિયાત રિન્યુએબલ ઊર્જા થકી મેળવવામાં આવશે

ભારત અંદાજે કાર્બન ઉત્સર્જન માં એક અબજ ડોલરનો ઘટાડો કરવાના પ્રયત્નો કરશે અને ભારતની અર્થ વ્યવસ્થા ની કાર્બન ની તીવ્રતા ઘટાડી ને 45 ટકાથી ઓછી કરશે 2070 સુધીમાં ભારત નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન નું લક્ષ્ય સાધવા માટે આજથી પ્રયત્નો કરશે વડાપ્રધાનના આ પંચસૂત્ર માત્ર ભારત માટે જ નહીં સમગ્ર વિશ્વના દેશો માટે બ્રહ્માસ્ત્ર જેવું કામ કરશે 21મી સદીના વિશ્વમાં ભારત દુનિયાનું નેતૃત્વ કરશે તેવી આગાહી હવે સાચી પડતી જાય છે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ના નિવારણ માટે ભારત ના વિચારો અને પગ લાવો સમગ્ર વિશ્વ માટે પથદર્શક બની રહેશે તેમાં બેમત નથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ પંચામૃત સમગ્ર વિશ્વ માટે કાર્બન ઉત્સર્જન થી મુક્તિ મેળવવા માટે ઉપયોગી બનશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.