Abtak Media Google News

મંડોરની છ ગુફાઓ ભવ્ય ભૂતકાળ સંઘરીને બેઠી છે: સવની ગામ નજીક હિરણ નદીનો ધોધ પણ અદભૂત

સોમનાથની મુલાકાતે જનાર પર્યટકો નજીકનાં કુદરતી સૌંદર્ય ધરાવતા સાસણ-ગિર પણ જતા હોય છે. ત્યારે આવા લોકો માટે એક નવું સ્થળ સોમનાથની નજીક આવેલું છે. વેરાવળ તાલુકાનાં સવની ગામે ધાધરીયમા ખોડીયાર માતાનું મંદિર આવેલું છે.

હિરણ નદી પર આવેલો આ ધોધ ખુબજ પ્રખ્યાત છે. નદીમાં ઘોડાપૂર આવે ત્યારનું દૃશ્ય નિહાળવા આસપાસનાં વિસ્તારમાંથી લોકો અચૂક અહીં પહોંચી જાય છે. સોમનાથ આવતા પર્યટકો માટે આ એક નજીકનું ડેસ્ટીનેશન બન્યુ છે. પાંડવ ગુફા (મંડોર) ગીરના જંગલમાં આવેલ મંડોર ગામની સીમમાં વહેતી ગૌમતા નદીની ખડકાળ પાકી ભેખડમાં ઐતિહાસિક વારસાસમી મંડોરની બૌધી વૃક્ષની છાયામાં ૬ ગુફાઓ આવેલી છે . ઘટાદાર વૃક્ષો વચ્ચે આ ગુફાઓ ભવ્ય ભૂતકાળ સંઘરીને પોતાની હયાતીની નોંધ કરાવે છે. અહિ રક્ષિત ચેતવણી હોવા છતાં સરકારની ઘોર ઉદાસીનતાને કારણે તેની દરકાર કરતું નથી. કેસર કેરી , ગીરનું જંગલ અને એશિયાટિક સિંહ તાલાલા ગીરની ઓળખ બની ચુક્યા છે. તાલાલા ગીરથી સોમનાથ જતા માલઝીંઝવા નામનું ગામ આવે છે ત્યાં મંડોર ગામની સીમમાં વહેતી ગોમતા નદીની ખડકાળ પાકી ભેખડમાં આ ગુફાઓ આવેલી છે. અહીં નદીના સામે કાંઠે ૬ બૌદ્ધ ગુફાઓ આવેલી છે, ચાર ગુફાઓ નીચે છે અને બે ગુફા ઉપર છે. ઉપરની બંને ગુફાઓમાં રંગરોગાન કરી એકમાં કિશકંધેશ્વર મહાદેવ છે અને બીજીમાં રહેઠાણ બનાવેલ છે જેના પર લાકડાના બ્લુ રંગના કમાડ લગાવી તાળું મારેલ છે જેને સૌરાષ્ટ્ર સરકાર અને જૂનાગઢ સ્ટેટ એનસમેન્ટ મોન્યુમેન્ટ ધારા હેઠળ રક્ષિત ઘોષિત કરેલ છે. ગુફાઓ ની કોતરણી, અવશેષો અને ભીખ્ખુઓની વીપશ્યના બેઠકો પરથી સંશોધકો અને ઇતિહાસવિદો્ એને મંદોરની ગુફાઓની ઓળખે છે.પ્રાપ્ત વિગતો પ્રમાણે આ ગુફાઓ ઇ.સ.ચોથી સદીમાં બનાવવામાં આવેલી છે. ચૂનાના પથ્થરની બનેલી આ ગુફાઓમાં શીતળતાનો અનુભવ થાય છે.

આ ગુફાઓ એક ઐતિહાસિક વિરાસત છે, તેની કોતરણી બેમુન છે. અહીંના પૂજારી મહેનગીરી સાથે ઘણી ચર્ચા કરી. આ ગુફા એ પ્રાકૃતિક સ્થળો ની મધ્યે આવેલ છે.ખણખણ વહેતુ પાણી અને ઘટાદાર વૃક્ષોની મધ્યે આ ગુફા એ આજના થાક અને તણાવના યુગમાં એક અનોખી નિરાંત અને મનની શાંતિનો અનુભવ કરાવે છે.

મંડોર ગામના આ પ્રાકૃતિક સ્થળે વેરાવળ સોમનાથ વિસ્તાર ના અનેક પ્રવાસીઓ મુલાકાત લે છે. આ પાંડવ ગુફાની મધ્યે આજના વોટરપાર્કને ટક્કર મારે એવો પાણીનો કુંડ આવેલો છે.,તેમાં નહાવાની કંઈક અલગ જ મજા છે. મંડોર ગામની લગભગ ૨ કિમિ ના અંતરે આવેલ ખોડિયાર માતાજીનું મંદિર એ લોકોની ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે. હિરણ નદી નું વહેતુ પાણી અને ધોધ એ લોકો માટે પ્રાકૃતિક અને ધાર્મિક દ્રષ્ટિ એ એક અલગ ઓળખ ઉભી કરી છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.